બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાનું નામ પાછલા કેટલાય સમયથી જહીર ઈકબાલ સાથે ચર્ચાઇ રહ્યું છે. આવનારી 23 જૂનના રોજ સોનાક્ષી અને જહીર લગ્ન કરી રહ્યા હોવાની ખબરો પણ સામે આવી રહી છે.સાથે જ સોનાક્ષીના એક મુસ્લિમ અભિનેતા સાથે લગ્ન કરવાથી પરિવાર ખુશ ન હોવાનું પણ કહેવાય રહ્યું છે. પરંતુ કોણ છે આ જહીર ઈકબાલ?
તો જહીર એ છે જેની સાથે સોનાક્ષી સિંહાના સંબંધો વર્ષ ૨૦૨૨થી ચર્ચામાં છે. જહીર અને સોનાક્ષીએ વર્ષ ૨૦૨૨માં સોશિયલ મીડિયા પર પ્રેમનો ઈઝહાર કર્યો હતો. તેમની મુલાકાત સલમાન ખાનની પાર્ટીમાં થઈ હતી.
જહીરના જીવન અને પરિવાર વિશે વાત કરીએ તો તેનો જન્મ ૧૦ ડિસેમ્બર 1988માં થયો તે ઉંમરમાં સોનાક્ષી કરતા એક વર્ષ નાનો છે. જહીરના પિતા મુંબઈમાં એક જ્વેલરી બિઝનેસમેન છે આ સિવાય તેમના બીજા પણ ઘણા બિઝનેસ છે. તેના પિતાનું નામ ઈકબાલ રત્નાસી છે. તે સલમાન ખાનના ખૂબ જ નજીકના મિત્ર છે સલમાન ખાને જહીરને નાનપણથી જોયો છે અને તેના પર હમેશા પોતાનો હાથ રાખ્યો છે.
જહીરે વર્ષ ૨૦૧૪માં સોહેલ ખાનના પ્રોડક્શન સાથે આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે જોડાઈને કરિયરની શરૂઆત કરી હતી. અહી તેમને ફિલ્મ વિશે વધુ માહિતી મેળવી. જે બાદ વર્ષ ૨૦૧૯માં સલમાન ખાને ફિલ્મ નોટબુકથી જહીરને લોન્ચ કર્યો. જોકે હોલીવુડ ફિલ્મ પરથી બનેલી આ ફિલ્મ ફ્લૉપ સાબિત થઈ. જે બાત પે સોનાક્ષી સિંહા સાથે ફિલ્મ ડબલ એક્સલમાં જોવા મળ્યો હતો.
આ ફિલ્મમાં જહીર સોનાક્ષીના કહેવા પર લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. જો કે આ ફિલ્મ ફ્લોપ થયા બાદ આ અભિનેતા પર ફ્લોપ અભિનેતા નો ધબ્બો લાગી ગયો. સોનાક્ષી સિંહા ની વાત કરીએ તો તેણે પોતાના કરિયર માં ખૂબ જ સફળ ફિલ્મો આપી છે અને તે હાલમાં એક કરોડથી પણ વધુની સંપત્તિની માલિક છે.જહીર અને સોનાક્ષી વચ્ચે ઉંમર સિવાય પણ ઘણા અંતર છે જેને કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.