બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર જેટલી તેની એક્ટિંગ માટે જાણીતી છે તેટલી જ તે તેની ફેશન સેન્સ માટે પણ ચર્ચામાં રહે છે તેઓ લાંબા સમયથી તેની પ્રેગન્સી ને લઈને ચર્ચામા છે લાંબા સમયથી રાહ જોઈ રહેલ સોનમ કપૂરના ફેન્સ માટે ખુશીની ખબર આવી છે હાલમાં જ સોનમ કપૂરે તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે.
સોનમ કપૂરે વર્ષ 2018 માં તેના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા આનંદ આહુજા લંડનના મોટા બિઝનેસમેન છે લગ્ન પછી સોનમ લંડન રહેવા ચાલી ગઈ હતી હવે હવે આ પરિવારમા એક બાળકનું વેલ કમ થયું છે હકીકતમાં તેની જાણકારી નીતુ કપૂરે તેની ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીમાં એક લખાણ શેર કરીને સોનમ કપૂરના માતા બનવાની ખુશ ખબરી આપી છે.
સ્ટોરીમાં લખેલ હતું કે તારીખ 20 ના રોજ અમે અમારા સુંદર બાળક છોકરાનું સ્વાગત કર્યું આ પ્રવાસમાં અમને સાથ આપનાર તમામ ડોકટરો નર્સો મિત્રો અને પરિવારજનોનો આભાર આ માત્ર શરૂઆત છે પરંતુ આપણે જાણીએ છીએ કે આપણું જીવન હંમેશ માટે બદલાઈ ગયું છે સોનમ અને આનંદ તેમનું લખાણ અહીં પૂરું કર્યું.
સોનમ કપૂર માં બનતા જ તેને શુભેછાઓ આપનારની લાઈનો લાગી છે સોનમ ફેન્સ સાથે મોટી સેલિબ્રિટી પણ આ કપલને બાળકના જન્મને લઈને શુભેછાઓ આપી રહ્યું છે તમારી જાણકારી માટે જણાવો દઈએ 22માર્ચે સવારે સોનમ કપૂરે તેની પ્રેગન્સીની ખુશખબરી આપી હતી તેને સાંભળી ફેન્સ શુભેછાઓ આપી હતી.