Cli
shu thayu hatu aa yuvak sathe

ડીસામાં 19 વર્ષના યુવકે આ કારણે રેકોર્ડિંગ કર્યા બાદ ટ્રેનની નીચે પડતું મુક્યૂ…

Breaking

આજકાલ યુવાનોમાં આપઘાતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે યુવાનો મોબાઈલ ન મળતાં કે પ્રેમસંબંધમાં દગો મળતા આપઘાત કરી લેતા હોય છે એવામાં પાલનપુરના ડીસામાં એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ૧૯ વર્ષીય યુવકે ટ્રેન નીચે આવી જઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ ડીસાના રાણપુર ગામે રહેતા ૧૯વર્ષિય દિપક રાવળે ૮સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ટ્રેન નીચે પડતુ મૂકી આપઘાત કરી લીધો હતો જો કે યુવકે આપઘાત પહેલા એક ઓડિયો રેકોર્ડ કર્યો હતો જેને કારણે મોતનું રહસ્ય ઝડપથી ઉકેલાયુ હતું યુવકે રેકોર્ડ કરેલા ઓડિયોમાં જણાવ્યા મુજબ દીપકભાઇ રાજુભાઇ વશાભાઇ અરવિંદભાઇ અને મેહુલભાઇ નામના વ્યક્તિઓએ રાજુભાઇના મોબાઇલમાં એક ગ્રુપ ફોટો પાડ્યો હતો.

જે બાદ ગામના સંજયસિંહ નામના વ્યક્તિએ ત્રણેયનો ફોટો દરબાર સમાજના અલગ અલગ ગ્રુપો તેમજ મહાકાલસેના ગ્રુપમાં મૂકી રાજબાપુ અને દીપકબાપુ લખી વાયરલ કર્યો હતો આ ફોટો વાયરલ થયા બાદ કેટલાક લોકોએ ગ્રુપમાં ચેટિંગ કરી ધમકીઓ આપી તેમજ કહ્યુ કે તને જીવતો છોડીશુ નહિ આ રીતે યુવકને માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો આ મામલે મૃતકના પિતાએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલિસે ૭લોકો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ માહિતી યુતુબ પરના વિડિયો દ્વારા લેવામાં આવી છે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ હજુ સુધી જાણવા મળ્યું નથી એટ્લે જ્યાં સુધી પૂરા અને સાચા સમાચાર ન આવે ત્યાં સુધી કોઈના પર બ્લેમ કરવો યોગ્ય નથી આ ન્યુજ મારફતે અમે કોઇની મન હાનિ અને કોઈને ખોટા સંદર્ભથી જણાવવા ઇચ્છતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *