અ ચહેરાને તમે ક્યારેય ભૂલી શકશો નહીં આ એ ચહેરો છે જેને બાળપણમાં આપણને ખૂબ જ હસાવ્યા હતા બાળપણ માં સૌથી વધારે ફેમસ ટીવી શો શક્તિમાન શાકા બુમ બુમ અને જુનીયર જી જેવી ઘણી ટીવી સીરીયલ માં પોતાના દમદાર અભિનય થકી પોતાના માસુમ સ્વભાવ થી.
દર્શકો ને મનોરંજન કરાવતા અભિનેતા આજે કામ મેળવવા માટે ભટકી રહ્યા છે આ એક્ટર એટલો મજબૂર થઈ ગયો છે કે તેને કામની ભીખ માગવી પડી રહી છે માત્ર 3 ફુટના અભિનેતા કે કે ગૌસ્વામી એ પોતાના સમય માં ઘણા બધા કલાકારો સાથે કામ કરી ખુબ નામના અને પ્રસિધ્ધિ મેળવી.
જ્યારે પણ તેઓ સ્ક્રીન પર આવતા હતા ત્યારે બાળકો માત્ર તેમને જોતા હતા દરેક ચેનલ પર તેમનો કોઈના કોઈ પ્રોગ્રામ જોવા મળતો હતો પરંતુ અચાનક હવે કે કે ગૌસ્વામી ચર્ચાઓમાં આવી ગયા છે તેમને મજબૂર થઈને પોતાની વેદના ને અભિવ્યક્ત કરી છે.
હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાતચીત કરતા કે કે ગૌસ્વામી એ જણાવ્યું હતું કે હું એ વાતથી ખૂબ જ હેરાન છું કે આટલા બધા ફેમસ ટીવી શો સાથે કામ કરી ને પણ મારી પાસે આજે કોઈ કામ નથી ક્યારે એવું વિચાર્યું નહોતું કે મારી પાસે કોઈ શો નહીં રહે હું એક સારા શો ની.
રાહ જોઈ રહ્યો છું કેકે ગૌસ્વામી એ જણાવ્યું કે તેમની પાસે હાલ એટલું જ કામ છે કે જેનાથી તે પોતાનું પેટ ભરી શકે છે કે કે ગોસ્વામી તાજેતરમાં એકતા કપૂર પાસે કામ માંગવા પહોંચ્યા હતા એ મુલાકાત વિશે વાત કરતા કે કે ગૌસ્વામી એ જણાવ્યું કે હું તાજેતરમાં.
એકતા કપૂર પાસે ગયો હતો મેં એમને જણાવ્યું કે મારી પાસે કોઈ શો નથી મેં એમને એમ પણ પૂછ્યું કે શું તમે મને ઓળખો છો તો તેમને હા માં જવાબ આપ્યો અને તેમને પોતાના મેનેજર પાસે મારો નંબર લેવાનું કહ્યું કે કે ગોસ્વામી જણાવ્યું કે એ સમયમાં મારી.
પાસે કામની કોઈ કમી નહોતી બાળકોના ઘણા બધા ટીવી શો બનતા હતા પરંતુ હવે કે કે ગૌસ્વામી ખૂબ જ હેરાન છે તેઓ કામ તલાશ કરી રહ્યા છે તેમનો દીકરો પણ અભિનય ક્ષેત્રે આવવા માંગે છે પરંતુ કે કે ગૌસ્વામી એ તેને રોકી લીધો કે કે ગૌસ્વામી એ જણાવ્યું કે.
મારા દીકરાને પણ સ્ટ્રગલ કરવું પડશે એક સમય એવો આવશે કે કેટલું પણ ખોદો પરંતુ પાણી નહીં મળે એટલા માટે કે કે ગોસ્વામી પોતાના દીકરાને માત્ર અભ્યાસ કરવાનું કહે છે હેરાની ની વાત એ છે કે આવા ફેમસ એક્ટરને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ભુલાવી દે છે.