આજકાલ ઘણા યુવક અને યુવતીઓ સોશિયલ મીડિયા થકી પ્રેમ સંબંધો બનાવે છે અને ઘણીવાર ફસાઈ પણ જાય છે એવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જૂનાગઢની યુવતી ઉત્તર પ્રદેશ બરેલી ના યુવક સાથે ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક માં આવી હતી અને તેની સાથે પ્રેમ સંબંધોમાં બંધાઈ હતી તે યુવક સાથે યુવતી ભાગી ગઈ હતી.
મા બાપે ફરિયાદ નોંધાવતા તે યુવકને જુનાગઢ પોલીસે ઉત્તર પ્રદેશ થી પકડી પાડ્યો હતો સમગ્ર ઘટના અનુસાર સાલ 2017 મા જુનાગઢ ની યુવતી બરેલી ના અહેમદ નફીસ નામના યુવક ના સાથે ઈન્સ્ટાગ્રામ પર થી સંર્પક મા આવી હતી અહેમદ પોતાને દુબઈનો બિઝનેસમેન જણાવતો હતો અને તે કરોડોની સંપત્તિનો માલિક છે.
તેવું જણાવીને આ યુવતીને પોતાના પ્રેમ જાણમાં ફસાવી હતી પરંતુ હકીકતમાં તે દુબઈમાં ડ્રાઇવિંગ કરતો હતો અને તેના પિતા બંને પગે દિવ્યાંગ છે તેવું સામે આવ્યું છે અહેમદે યુવતી ને એવી પ્રેમ જાળમાં ફસાવી હતી કે તેની સાથે ભાગવા માટે પણ તૈયાર થઈ ગઈ હતી અહેમદે જણાવ્યું કે હું બરેલી આવ્યો છું.
તું અહીં આવીજા કુરીયર મારફતે ઉઘં ના ટીકડા મોકલ્યા હતા જે ટીકડાઓ ને યુવતીએ તેના માતા પિતા ના જમવામાં ભેળવી દિધા અને રુપીયા સાથે ડેબીડ કાર્ડ ક્રેડિટ કાર્ડ લઇને ફરાર થઈ ગઈ તે પોતાના પ્રેમીના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ બરેલી પહોંચી હતી તે રાજકોટ થી દિલ્હી ફ્લાઈટ માં પહોચી અને ત્યાંથી અહેમદ તેને.
લઈને બરેલી પહોચ્યો આ દરમિયાન યુવતી એ અહેમદ સાથે મળીને તેના પિતાના ક્રેડિટ કાર્ડ માંથી 2.40 લાખ રૂપિયા ઉપાડ્યા હતા તેની ડીટેલ પોલીસે મેળવી હતી પોલીસે 1.71 લાખ રીકવર કર્યા છે અને યુવક ને ઝડપી પાડયો છે યુવતી ને જુનાગઢ પોલીસે યુવક અહેમદ નફીસ ને પકડીને તેના પર કેશ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.