આર્યન ખાનના પાવડર કેસમાં એનસીબીની ટીમે એક ખૂબ જ મહત્વની વ્યક્તિની પૂછપરછ કરી છે જેને એનસીબી દ્વારા શંકા હતી અને આ પૂછપરછ એટલી લાંબી ચાલી કે તે ઓછામાં ઓછા 7 કલાક સુધી ચાલી સૌથી મહત્વની બાબત એ છે કે આ વ્યક્તિને જહાજ પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યુ હતુ અને જે સાત વ્યક્તિઓને શરૂઆતમાં જહાજમાંથી તાબામાં લેવામાં આવ્યા હતા.
આ વ્યક્તિ તેમાંથી એક હતી ભલે તે થોડા સમય માટે છૂટી ગયો હતો પરંતુ હવે ફરી તેને પૂછપરછના હેતુસર તાબામાં રાખવામાં આવ્યો છે અને એવું કહેવાય છે કે આર્યન ખાનને આ વ્યક્તિ દ્વારા જ જહાજ પાર્ટીમાં બોલાવવામાં આવ્યા હતા આ વ્યક્તિનું નામ પ્રતીક ગાબા છે જે જહાજ પાર્ટીમાં હાજર હતો અને પોલીસે પ્રતિક ગાબા સાથે પૂછપરછ કરી.
કારણ કે તે દિવસના એક દિવસ પહેલા એનસીબીની ટીમે આર્યનના ડ્રાઈવરની પૂછપરછ કરી હતી અને તેણે કબૂલાત કરી હતી કે આર્યન સાથે ઘરમાં અરબાઝ પ્રતિક અને બીજા એક વ્યક્તિ હતા અને આ ચાર મન્નતમાં હતા અને ત્યાંથી મર્સિડીઝમાં સવાર થઈને જહાજ પર ગયા હતા અને મેં જાતે જ તેમને જહાજના ટર્મિનલ્સ પર ઉતાર્યા છે.
પ્રતિક ગાબા તેમાંથી એક હતા જેમને એનસીબી દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને એનસીબીએ એમ પણ કહ્યું હતું કે તેઓએ 14લોકોની તદ્દન ધરપકડ કરી છે પરંતુ અન્ય 6માંથી તેમને કંઈ મળ્યું નથી તેથી તેમને છોડી દેવા પડશે અમે પ્રતિક ગાબાનું નામ પહેલીવાર સાંભળ્યું નથી જ્યારે નવાબ મલિકે કહ્યું કે એનસીબીએ ત્રણ લોકોને છોડી દીધા છે.
તેમાંથી એક પ્રતિક ગાબા છે અને તેથી એનસીબીએ શોધવાનો પ્રયાસ કયૅો કે પ્રતિક શું પહેલેથી જ જાણતો હતો કે પાવડર જહાજ પાર્ટીમાં ઉપયોગમાં લેવાશે અને શું તેણે જાણીને આર્યન ખાનને ત્યાં બોલાવ્યો હતો કારણ કે ઘણા દાવાઓ છે કે આર્યનખાન આવી યોજનામાં ફસાયો છે તેથી એનસીબી પ્રતિક ગાબા સાથે પૂછપરછ કરશે પછી જ આ વાત બહાર આવશે.