Cli
shahrukh ane vakil vachhe aavu thayu

શાહરૂખે સતીશ માનશિંદેને ઘરે બોલાવ્યા અને લીધી જોરદાર ક્લાસ અને પૂછ્યું કેમ આવું થયું…

Bollywood/Entertainment

એ વાત તો બધા જ જાણે છે કે લગભગ બે ત્રણ અઠવાડિયાથી શરૂ થયેલા આર્યનના કેસમાં બે વાર કોર્ટમાં સુનવણી થઈ ગઈ છે પરતું હજી સુધી આર્યનને જામીન આપવામાં આવ્યા નથી ખબર મુજબ જ્યારે પહેલીવાર વકીલ સતિષ માનશિંદેએ જામીન માટે અરજી કરી હતી ત્યારે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આર્યનની પૂછપરછ બાકી હોવાને કારણે જામીન નામંજૂર કરવામાં આવ્યા.

ત્યારબાદ જ્યારે બીજી અરજી કરવામાં આવી તો સેશન્સ કોર્ટમાં અરજી કરવાને બદલે વકીલે મેજિસ્ટ્રટ કોર્ટમાં અરજી કરી જેને કારણે પણ દિવસો લંબાતા ગયા અને આખરે જ્યારે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી અને ગઇકાલે કોર્ટમાં આર્યનને રજૂ કરવામાં આવ્યો ત્યારે જજે સુનવણી ૧૩તારીખ સુધી લંબાવી દીધી છે.

ત્યારે સ્વાભાવિક રીતે એક પિતા તરીકે શાહરૂખ ખાનને પોતાના દીકરાની ચિંતા થઈ રહી છે અને આ જ કારણ છે કે તેમને વકીલ સતિષ માનશિંદેને પોતાના ઘરે બોલાવ્યો હતા જ્યાં તેઓ વકીલ પાસેથી જાણવા માંગતા હશે કે આ કેસમાં હજુ કેટલો સમય સુધી તેમના દીકરાને જેલમાં રહેવું પડશે તેમણે શું કહ્યું હતું શાહરુખે એ તેમના ચેહરા પરથી જ દેખાઈ રહ્યું હતું.

કદાચ પૂરી માહિતી જાણવા માટે કે ક્યૂ કારણ છે જેના લીધે આર્યનની જામીનની અરજી નામંજૂર કરવામાં આવી રહી છે.બની શકે કે આ બધા પ્રશ્નોની વિગતે વાત કરવા જ કિંગ ખાને વકીલને પોતાના ઘર મન્નતમાં બોલાવ્યો હોય તમને જણાવી દઇએ કે વકીલ સતિષ માનશિંદે બહુ જ જાણીતા વકીલ છે તેમને સંજય દત્ત સલમાન ખાન જેવા અભિનેતાઓના કેસ લીધા છે અને જાણકારી મુજબ તે કોર્ટમાં હાજર થવાના એટલે કે એક પેશીના ૧ લાખ રૂપિયા લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *