બિગબોસ 13 ફેમ શહેનાઝ ગિલ કંઈને કંઈ કારણોસર મીડિયામાં હાઈલાઈટ રહે છે ગયા દિવસોમાં તેઓ અર્પિતાની ઈદ પાર્ટીમાં સલમાન ખાન સાથે ગળે લાગીને કિસ કરી લીધી તેને લઈને તેઓ ચર્ચામાં રહી ઈદ પાર્ટીમાં પણ શહેનાઝ સુંદર લુકમાં પહોંચી હતી ત્યાં લોકોને તેનો ટ્રેડિશન લુક ખુબ પસંદ આવ્યો હતો.
એવામાં એકવાર ફરીથી શહેનાઝ ગિલ તેની બહેન બ્રહ્મકુમારી સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી જ્યાં તેનું સ્ટાઈલિશ લુક જોવા મળ્યું શહેનાઝનું સ્ટાઈલિશ લુક જોઈને તેના ફેન્સ ઇમ્પ્રેશ થઈ ગયા હતા આ દરમિયાન શહેનાઝે સફેદ પેન્ટ અને બ્રાઉન ટોપ પહેર્યું હતું તેની સાથે તેણે ટોપથી મેચિંગ બેલ્ટ અને ગોગલ્સ લગાવ્યા હતા.
શહેનાઝનું આ લુક ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યું છે સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ આ વીડિયોને શેર કર્યો છે વિડિઓ સામે આવ્યા બાદ તેના સ્ટાઈલિશ લુકની ચર્ચાઓ થઈ રહી છે તેનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેના પર ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.