આજનો યુગ આધુનિક બનતો જાય છે તેની સાથે સાથે લોકો પણ પોતાના વ્યવસાય પોતાના બિઝનેસ ને આગળ ધપાવવા સમય ની દરકાર કરતા પોતપોતાના જીવનમાં વ્યસ્ત જોવા મળે છે પરંતુ પોતાનો કિંમતી સમય પોતાની આવડત સુઝબુઝ કાર્યશૈલી અને પોતાનો અવાજ હંમેશા લોકોની માટે સમાજ માટે આપનાર લોકો ખુબ ઓછા જોવા મળે છે.
પરંતુ એવા પણ નામ છે જે આજે ગુજરાત માં ગુંજી રહ્યા છે જેમાં ખજુર ભાઈ પોપટભાઈ આહીર અને મહીપત સિંહ ચૌહાણ છે આ એ જ મહીપત સિંહ ચૌહાણ છે જેઓ હંમેશા પ્રાઈવેટ કંપનીઓ માં કામ કરતા લોકોના હક માટે તેમને તેમના હકની પુરતી રકમ પુરતું મહેનતાણું મળે એ માટે અવાજ ઉઠાવતા હતા આજે મહીપત સિંહ ચૌહાણ.
ગુજરાતમા પોતાના અન્યાય સાથે લડાયક અવાજ અને પોતાના ઉમદા લોકસેવાના કાર્યો થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે મહીપત સિંહ ચૌહાણે પોતાના સર્ઘષમય જીવન સાથે ઘણી તકલીફોનો પણ સામનો કર્યો છે પરંતુ તેમને હાર ના માની અને તેઓ પોતાના સપનાને પુરું કરવામાં સફળ રહ્યા છે આ સપનું તેમના પોતાના માટે નહીં.
પરંતુ જે બાળકો ગરીબ પરીવાર માંથી આવે છે જે બાળકો અનાજ છે જે બાળકો શિક્ષણ મેળવી શકતા નથી તે બાળકોને શિક્ષણ આપવા તે બાળકોને સારું ભવિષ્ય આપવા માટે તેમને જોયું હતું મહિપતસિંહ ચૌહાણ ખેડા જિલ્લાના લાવલા ના વતની છે તેઓ આજે 150 બાળકો ને પોતાના બનાવેલા સંકુલમાં શિક્ષણ આપવી રહ્યા છે.
આ બાળકો આર્થીક રીતે પછાત અને જેના માતા પિતા નથી એવા બાળકો છે જરુરીયાત મંદ પરીવારોના આ બાળકો ને ઉજવળ ભવિષ્ય આપવા માટે તેમને એક સારા કાર્યનો પ્રારંભ કર્યો હતો સોશિયલ મીડિયાની મદદથી તેમને એક અભિયાન ચલાવ્યું હતું. જેમાં ઘણા બધા લોકોએ મહિપતસિંહ ચૌહાણને તેમના આ સારા કાર્યમાં મદદ કરી હતી.
સિમેન્ટ થી લઈને તેમના આ સંકુલના બાધંકામ માં ઘણા લોકો સહભાગી બન્યા હતા પરંતુ મહીપતસિહં ચૌહાણ સતત આ સંકુલ બનાવવા રાત દિવસ દોડી રહ્યા હતા તેઓ પોતાના માટે નહીં પરંતુ એવા પરીવારો માટે લોકોની સામે હાથ જોડી રહ્યાં હતાં કહેવાય છે કે શિક્ષા એ સૌથી મોટામાં મોટું દાન છે અને મહિપતસિંહ ચૌહાણ આ કાર્યની.
શરૂઆત માત્ર સો રૂપિયાથી કરી હતી જે આજે મોટું વટ વૃક્ષ બની ગયું છે તેઓ પોતાના સંકુલમાં માત્ર બાળકોને અભ્યાસ જ નહીં પરંતુ રહેવા માટે જગ્યા અને જમવા માટે શુદ્ધ ભોજન પણ આપે છે મહિપતસિંહ ચૌહાણ બાળકોના રહેવા માટે અને અભ્યાસ માટે ચાર માળની વિશાળ બિલ્ડીંગ બનાવી છે જેમાં એક પણ રૂપિયો આપ્યા વિના.
વિનામૂલ્યે તેઓ 150 બાળકો ને અભ્યાસ સાથે ભોજન અને રહેવાની અદ્યતન સુવિધાઓ આપી રહ્યા છે સંકુલ માં રહેતા ઘણા બાળકોના માતા પિતા આ દુનિયામાં નથી રહ્યા પરંતુ તેઓ મહિપતસિંહ ચૌહાણ ને જ પોતાના માતા પિતા માને છે અને મહીપત સિંહ પણ આ બાળકોને ખુબ પ્રેમ આપે છે ધન્ય છે મહીપતસિહં ચૌહાણ ને જેઓ આવુ સેવાકાર્ય કરી રહ્યા છે.