તમે ઘણી વાર જોયું હશે અને સાંભળ્યું પણ હશે અને વાંચ્યું પણ હશે કે એક માતા પોતાના બાળકોની સંભાળ રાખવા માટે બધું દાવ પર લગાવી દેછે જેઓ પોતાના બાળકો માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે પરંતુ રાજસ્થાનના અલવર શહેરમાંથી એક માંને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે.
અલવરની એક માંએ તેના પાંચ બાળકોને અનાથ આશ્રમમાં મૂકી દીધા જેથી તે પાંચ બાળકોના પિતા સાથે ફરીથી લગ્ન કરી શકે હકીકતમાં હરિયાણાની એક મહિલાના 15 વર્ષ પહેલા રાજસ્થાનના અલવરમાં ટ્રક ડ્રાયવર તૈયબ સાથે લગ્ન થયા હતા અહીં પત્નીનો આરોપ છેકે પતિ તેનું અને બાળકોનું ધ્યાન રાખતો નથી.
તે જ્યારે પણ આવતો ત્યારે દા!રૂ પીને તેને મારપીટ કરતો એટલે તેનાથી પરેશાન થઈને તે થોડા મહિના પહેલા હરિયાણામાં તેના પિયર ચાલી ગઈ હતી ત્યાં તેની મુલાકાત મૂળ જયપુરના મૌસમ નામના વ્યક્તિ સાથે થઈ મૌસમને પાંચ બાળકો પણ છે બંને પ્રેમમાં પડ્યા અને તે પછી બંનેએ સાથે રહેવાનું નક્કી કરી લીધું.
નૂરજહાંએ કાયદાકીય પ્રક્રિયા કરીને તેના 4 બાળકોને અલવરના અનાથાશ્રમમાં આપ્યા અને એક બાળક હરિયાણાના એક અનાથાશ્રમમાં આપવાનું છેનૂરજહાંએ તેના બાળકોને અનાથશ્રમમાં મોકલ્યા ત્યારે તેઓ ન મોકલો કહીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા આ બાજુ પ્રેમી મૌસમનું કહેવું છેકે તે તેની પહેલી પત્ની અને નૂરજહાંને પોતાની સાથે રાખશે.