તમે ફિલ્મ કે પુસ્તકોમાં પ્રેમ માટે લોકોને દેશની સીમા પાર કરતા જોયા હશે, પરંતુ હાલમાં હકીકતમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે.સીમા હૈદર નામની પરણિતા ભારતીય યુવકના પ્રેમમાં પાગલ બની ચાર બાળકો સાથે પાકિસ્તાનથી કોઈ વિઝા વિના ભારત પહોંચી છે.
સીમા ન માત્ર સચિનના પ્રેમમાં ભારત આવી પરંતુ તેણે ભારત આવતા જ હિન્દુ ધર્મ સ્વીકાર કર્યો.સાથે જ સીમાએ જણાવ્યું કે પાકિસ્તાન કરતા તે ભારતમાં વધુ સ્વતંત્ર રીતે જીવી રહી છે. જો કે હાલમાં એક તરફ સીમા હૈદર ના પાકિસ્તાની હોવા પર તેમજ તેના જાસૂસ હોવા પર લોકો પોતાના મત રજૂ કરી રહ્યા છે
તો બીજી તરફ મૌલાના મુફ્તી શમુન કાસીમે સીમા અંગે મત રજૂ કરતા તેના પ્રેમને વખાણ્યો છે. મુફ્તી શમુન કાસિમનું કહેવું છે કે સીમાએ દેશની સીમા પાર કરી સાચા પ્રેમનું પ્રમાણ આપ્યું છે.સીમાએ સાબિત કર્યું છે પ્રેમમાં કોઈ જાત,ધર્મ,સરહદ,ગૌત્ર માન્ય નથી હોતું.
મુફ્તી શમુન કાસિમનું કહેવું છે કે સીમા પ્રેમને ખાતર ભારત આવી છે અને ભારત વસુદેવ કુટુંબકમમાં માનનારો દેશ છે.અહી તેનું સ્વાગત છે. તે પીડિત થઈને અહી આવી છે.તેના પતિએ જાણવું જોઈએ કે જે પતિ પોતાની પત્ની અને બાળકોનું ધ્યાન નથી રાખી શકતા તેની પત્ની સીમા પાર પણ કરી શકે છે.
પરંતુ જો સીમા કોઈ અન્ય ઇરાદા સાથે ભારત આવી હોય તો એ તેના માટે ખરાબ છે.સાથે જ પાકિસ્તાન વિશે વાત કરતાં મુફ્તી શમુન કાસિમે જણાવ્યું કે પાકિસ્તાન કોઈ ધર્મ કે નિયમનું પાલન કરતું નથી.
તેમને કહ્યું કે આજે પણ હિન્દુસ્તાનમાં મહોમ્મદ સાહેબને માનનારા લોકો છે.આજે સીમાએ ભારત વિશે જે કહ્યું તે એક સમયે સમગ્ર દેશ કહેશે.