હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલા સીમા હૈદરના કિસ્સા અંગે તો તમે જાણતા જ હશો.એક પાકિસ્તાની પરણિતા માત્ર પબ્જી ગેમમાં થયેલ પ્રેમના આધારે પતિને છોડી ચાર બાળકો સાથે ભારત પહોંચી છે. આ કિસ્સાની હાલમાં જેટલી ચર્ચા થઈ રહી છે.
તેટલા જ લોકોના મનમાં પ્રશ્નો પણ ઉદ્દભવી રહ્યા છે. ગઈકાલે જ અમે તમને જણાવ્યું કે સીમા કેવી રીતે કરાંચીમાં પોતાનુ મકાન વેચી દુબઈ પહોંચી.જે બાદ તે નેપાળના કાઠમંડુ આવી અને ત્યાંથી પ્રેમી સચિન પાસે પહોંચી.
સીમાની ભારત પ્રવેશની વિગત જાણનાર દરેક વ્યક્તિના મનમાં એ પ્રશ્ન થાય કે શું કોઈપણ સુરક્ષાકર્મી એ કે એરપોર્ટ અધિકારીએ તેને કોઈ પ્રશ્ન નહિ કર્યો હોય?બીજો પ્રશ્ન એ કે સીમાના જણાવ્યા અનુસાર જો તે ખરેખર માત્ર ૫ ધોરણ જ ભણી હોય તો તે હિન્દી અને અંગ્રેજી ભાષા સારી રીતે કઈ રીતે બોલી શકે છે?
લોકોના મનમાં ઉઠેલા આ સવલોમાંથી એક મહત્વનો સવાલ જે હાલમાં સોશિયલ મીડિયા તેમજ ન્યુઝ ચેનલ પર છવાઈ રહ્યો છે તે છે સીમા પાકિસ્તાની જાસૂસ તો નથી? પોલીસ પૂછપરછ બાદ હાલમાં સીમા પાસેથી મળેલી કેટલીક એવી વસ્તુઓ સામે આવી છે જે સીમાને જાસુર સાબિત કરવા માટે પૂરતી છે.
મળતી માહિતી અનુસાર પોલીસની પૂછપરછ દરમિયાન સીમા હૈદર પાસે ૩ નકલી આધારકાર્ડ,૪મોબાઈલ તેમજ ૧ પાકિસ્તાની સિમકાર્ડ મળી આવ્યું છે.જણાવી દઈએ કે આધારકાર્ડમાં સચિનનું નામ એડિટ કરવામાં આવ્યું છે.
એટલું જ નહિ સીમાના ચાર બાળકોના જન્મ પ્રમાણપત્ર,તેમજ સીમાના લગ્નની ૨ vcr કેસેટ પણ તેની પાસેથી મળી આવી છે.આ ઉપરાંત સીમાના વોટ્સ એપમાં કેટલાક મેસેજ ડિલીટ કરવામાં આવ્યા છે. વધુમાં સીમા હૈદર જે માત્ર ૫ ધોરણ અભ્યાસ નો દાવો કરી રહી છે તેની પાસે કોમ્પ્યુટરની જાણકારી છે.
આ ઉપરાંત પણ કેટલીક વાતો છે જે સીમા ને જાસૂસ પુરવાર કરી રહી છે,જેમ કે સીમા જે મોબાઈલ પાકિસ્તાનમાં વાપરી રહી હતી ભારત આવતા જ તે તૂટી ગયો,નેપાળમાં તેને નવું સીમ મળવું.વાત કરીએ સીમા અંગે જાણકારી મેળવવા પ્રયત્ન કરતી એજન્સી વિશે તો ઈન્ટેલિજન્સ બ્યુરો, એન્ટી ટેરેરિસ્ટ સ્કવોડ વગેરે હાલમાં સીમાની હકીકત જાણવા પ્રયત્ન કરી રહ્યા છે