કહેવાય છે કે મા બાળકો માટે કોઈપણ વસ્તુનો ત્યાગ કરી શકે છે,પોતાના બાળકો માટે તે પતિને પણ છોડી શકતી હોય છે.જો કે હાલમાં સોશિયલ મીડિયા યુગમાં મા અને માતૃત્વની વ્યાખ્યા બદલી દેતા ઘણા કિસ્સા સામે આવતાં હોય છે.
દર બે દિવસે પોતાના પ્રેમી કે પૈસાના ચક્કરમાં મા એ બાળકને છોડી દીધા હોવાના કિસ્સા સાંભળવા મળતા હોય છે.હાલમાં પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં ભારતીય યુવકના પ્રેમમાં પાકિસ્તાની માતા પોતાના બાળકોને છોડવા તૈયાર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાત કરી રહ્યા છીએ પાકિસ્તાની પરણિતા સીમા હૈદર વિશે.જે ભારતીય યુવક સચિનના પ્રેમમાં પાગલ બની પોતાના ચાર બાળકો સાથે ભારત આવી પહોંચી હતી. હાલમાં સીમા હૈદર અંગે એક મહત્વની ખબર સામે આવી છે.
જે અનુસાર સીમા પોતે પાકિસ્તાન જવા નથી ઈચ્છતી પરંતુ જો તેના બાળકોને પાકિસ્તાન તેમના પિતા ગુલામ હૈદર પાસે જવું હોય તો તે બાળકોને જરૂર મોકલી શકે છે. સીમાનું કહેવું છે કે તેનો પતિ ગુલામ હૈદર તેની સાથે મારપીટ કરતો હતો.
તેના બાળકો હૈદરને પિતા કહેવાને બદલે નામથી બોલાવતા હતા.જો હવે તે પાકિસ્તાન પરત ફરી તો તેને મારી નાખવામાં આવશે. સીમાનું કહેવું છે કે પ્રેમી સચિન તેના બાળકોને સ્વીકારવા તૈયાર છે.
તેમ છતાં જો બાળકોની પાકિસ્તાન જવાની ઈચ્છા હોય તો તે મોકલી શકે છે.જણાવી દઈએ કે ગુલામ હૈદરે ભારત સરકાર પાસે બાળકોને પાકિસ્તાન મોકલવા વિનંતી કરી છે.