આજના સોશિયલ મીડિયા યુગમાં પ્રેમ થવો કે પ્રેમી માટે પરિવારને છોડી દેવાના કિસ્સા સામે આવવા એ કોઈ મોટી વાત નથી. દર બે દિવસે આવા કિસ્સા સામે આવતાં જ હોય છે. હાલમાં પણ આવો જ એક પ્રેમનો કિસ્સો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
હાલમાં પાકિસ્તાની પરણિતા અને ભારતીય યુવક સચિનની પ્રેમકહાની એ ન માત્ર સોશિયલ મીડિયા પરંતુ સરકારને પણ ચોંકાવી દીધા છે. પાકિસ્તાની સીમા હૈદરને પબજી ગેમ પરથી ભારતીય યુવક સચિન મીણા સાથે પ્રેમ થયો.
જે બાદ પોતાના પાકિસ્તાની પતિને તેમજ સાસરિયાંને છોડી ચાર બાળકો સાથે સીમા ભારત આવી ગઈ આ વાત તો તમે જાણતા જ હશો. પરંતુ શું તમે જાણો છો કે સીમા ભારત કઈ રીતે પહોંચી?સીમાના પતિ ગુલામ હૈદર ના જણાવ્યા અનુસાર વર્ષ 2014માં સીમા સાથે લગ્ન કર્યા બાદ તેઓ થોડા સમયમાં જ કરાંચી રહેવા આવ્યા હતા.
અહી તે રિક્ષા ચાલક તરીકે કામ કરતો હતો.તેના જણાવ્યા અનુસાર લગ્નના શરૂઆતમાં સીમાના સમાજના લોકોએ તેમનો સ્વીકાર કર્યો ન હતો પરંતુ ધીમેધીમે લોકોએ તેમને સ્વીકારી લીધા જે બાદ તે બંને કરાંચી આવ્યા હતા.અહી આવ્યા બાદ બંનેમાં ક્યારેય પણ ઝઘડા થયા ન હતા.
કરાંચીમાં ભાડાના મકાનમાં રહેતા સીમાના પતિને સાઉદી માં કમાણીની સારી તક મળતાં થોડા સમય બાદ તે કરાંચીથી સાઉદી ગયો હતો. પતિનું કહેવું છે કે સાઉદીથી તેને પત્નીના નામ પર કરાંચીમાં મકાન પણ લીધું હતું.જો કે સીમા મકાનમાં રીપેરીંગ કામ ચાલતું હોવાનું બહાનું કરી ક્યારેય પણ પોતાના ઘરમાં રહેવા ગઈ ન હતી.
પતિનું કહેવું છે કે ઇમરાન ખાન કેસ દરમિયાન પાકિસ્તાનમાં ઈન્ટરનેટ બંધ થયા બાદથી જ તેનો પત્ની સીમા સાથે સંપર્ક તૂટ્યો હતો.ઈન્ટરનેટ શરૂ થયા બાદ પણ પત્ની સાથે સંપર્ક ન થતા તેણે સીમાના ભાઈ પાસેથી માહિતી મેળવવા પ્રયત્ન કર્યો.
જે બાદ સીમા ભાડાના મકાનમાં ન હોવાનું તેમજ પોતાના ગામમાં મકાનના કોઈ કામ માટે ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.જો કે આ વાત બાદ પતિ ગુલામ હૈદરે વધુ પૂછપરછ માટે પિતાને કરાંચી જવા કહ્યું.ખબર અનુસાર પૂછપરછ દરમિયાન સીમાએ કરાંચી નું મકાન વેચી દીધું હોવાનું તેમજ તે દુબઈમાં હોવાનું જાણવા મળ્યું હતું.
જે બાદ સોશિયલ મીડિયા પર સીમાની ધરપકડ અંગે ખબર સામે આવતા જ પરિવારને તે ઘરેણાં તેમજ રૂપિયા લઈને ભારત આવી ગઈ હોવાની જાણ થઈ હતી. વાત કરીએ પોલીસને મળેલી જાણકારી અંગે તો પોલીસના જણાવ્યાં અનુસાર સીમા હૈદરે યુ ટ્યુબ પર વીડિયો જોઈ ભારત આવવાની સમગ્ર જાણકારી મેળવી હતી.
જે બાદ તેને નેપાળના ટુરિસ્ટ વિઝા લીધા હતા જે બાદ તે નેપાળના કાઠમંડુથી બસમાં ભારત આવી હતી. ઉલ્લેખનિય છે કે સીમાએ ગુલામ હૈદરને તલાક આપ્યા હોવાની વાત કરી છે.જો કે ગુલામ હૈદરે આ વાતને ખોટી ગણાવી છે.