હાલમાં સોશિયલ મીડિયા તેમજ ન્યુઝ મીડિયામાં ચર્ચાઈ રહેલ સીમા હૈદર ની પ્રેમકહાની વિશે તો તમે જાણતા જ હશો. પાકિસ્તાની સીમા હૈદર ને પબજી ગેમ પરથી ભારતીય યુવક સચિન મીણા સાથે પ્રેમ થયો જે બાદ પોતાના પાકિસ્તાની પતિને તેમજ સાસરિયાં ને છોડી ચાર બાળકો સાથે સીમા ભારત આવી ગઈ.
હાલમાં સોશિયલ મીડિયા પર આ કિસ્સાની ચર્ચા જેટલી વધી રહી છે તેટલા જ તેમાં નવા નવા ખુલાસા પણ સામે આવી રહ્યા છે.થોડા સમય પહેલા જ સીમાના પાકિસ્તાની સસરા એ લગ્ન બાદ સીમા અને તેના પતિ કરાંચીમાં રહેતા હોવાની વાત જણાવી હતી.
જે બાદ હાલમાં જ સીમાના કરાંચી વાળાં ઘરનો એક વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર વર્ષ ૨૦૧૪માં સીમાના લગ્ન થયા બાદ તે પતિ સાથે કરાંચી ગઈ હતી. જો કે કરાંચીમાં સીમાના ઘર માલિકનું કહેવું છે કે પાછલા ૩ વર્ષથી સીમા બાળકો સાથે ઘરમાં એકલી રહેતી હતી.
તેનો પતિ પાછલા ૩ વર્ષથી સાઉદીમાં છે.ઘર માલિકનું કહેવું છે કે સીમાનો પતિ દર મહિને તેને ૬૦ થી૭૦ હજાર રૂપિયા મોકલતો જેનાથી તે ઘરનું ભાડું પણ ચૂકવતી હતી અને પોતાનુ ગુજરાન પણ ચલાવતી હતી. વાત કરીએ સીમાના પતિ અંગે તો હાલમાં એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન તેને જણાવ્યું.
કે સીમા અને બાળકો સાથે તે ફોન પર વાત કરતો હતો.બાળકોને સાઉદી આવવું હતું જેને માટે તેને ડોક્યુમેન્ટ પણ તૈયાર કરાવ્યા હતા.જે વર્ષ ૨૦૨૩ના છે. પતિનું કહેવું છે કે પાકિસ્તાનમાં ઇમરાન ખાનની ધરપકડ દરમિયાન ઈન્ટરનેટ બંધ થયા બાદથી સીમા સાથે સંપર્ક થઈ શકતો ન હતો.
થોડા દિવસો બાદ તેને સીમાની ધરપકડ અંગે સોશિયલ મીડિયા દ્વરા જાણકારી મળી હતી.ઉલ્લેખનિય છે કે સીમાના પતિ ભારતીય સરકાર તેમજ પાકિસ્તાની સરકારને આ મામલે મદદ કરવા અપીલ કરી છે.તેની માંગ છે કે તેના બાળકો તેને સોંપી દેવામાં આવે. બીજી તરફ સીમાની બહેનનું કહેવું છે કે પાકિસ્તાની સરકાર તેની બહેનને પાકિસ્તાન લાવવામાં મદદ કરે.