Cli

અમદાવાદની સેવન ડે સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારી નોટિસ ફટકારી! જાણો શું છે નોટીસમાં?

Uncategorized

અમદાવાદની સેવન ડે સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે doઓ દ્વારા એક નોટિસ આપવામાં આવી છે. doઓએ હવે સેવન ડે સ્કૂલનેએનઓસી રદ્દ કરવાની નોટિસ ફટકારી છે.એનઓસી રદ્દ ન કરવા માટે કારણોનો ખુલાસો કરવા માટે સેવન ડે સ્કૂલને ત્રણ દિવસનો સમયડીઓ દ્વારા આપવામાં આવ્યો છે. આ ત્રણ દિવસમાં જો જવાબ નહીં મળે તો શાળાનું એનઓસી રદ્દ કરવામાં આવશે.

તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેરનો આ પત્ર જેમાં લખવામાં આવ્યું છે પ્રતિ આચાર્ય શ્રી સંચાલક શ્રી સેવન ડે એડવેન્ચરીિસ્ટ હાયર સેકેન્ડરી સ્કૂલ મણિનગર પૂર્વ અમદાવાદ વિષય આપની શાળામાં બનેલ ઘટના સબ ખુલાસો કરવા બાબત પત્રમાં લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સેવન ડે એડવેન્ચરીિસ્ટ હાયર સેકેન્ડરી સ્કૂલ મણિનગર અમદાવાદ દમાં આઈસીએસસી બોર્ડ સંલગ્ન ધોરણએ થી 12 અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન 11 12 વિજ્ઞાન પ્રવાહની શાળા કાર્યરત છે તારીખ 19/8/2025 ના રોજ બપોરેસાડા કલાકથી લઈને 12:45 કલાક દરમિયાન બનેલ ઘટનાની જાણ આપ દ્વારા અત્રેની કચેરી ખાતે કરવામાં આવેલ નહોતી પરંતુ સદર ઘટનાની જાણ સોશિયલ મીડિયાના માધ્યમથી થતા સંદર્ભ દર્શિત પત્ર એક થી આપનો ખુલાસો માંગવામાં આવેલ હતો પરંતુ આજ સુધી આપ દ્વારા બનેલ ઘટના સબ ખુલાસો કે બનેલ ઘટના અંગે અહેવાલ રજૂ કરવામાં આવેલ નથી જે આપની ગંભીર બેદરકારી અને ઉદાસીનતા દર્શાવે છે.

દર્શક મિત્રો આ જે ઘટના બની સેવન ડે સ્કૂલમાં જ્યારે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો આ પછી એ વિદ્યાર્થીનું મૃત્યુ થાય છે પરંતુ તે ઘટનાની એક પણ જાણકારી જિલ્લા શિક્ષણ અધિકારીને સેવન ડે સ્કૂલના તંત્ર દ્વારા આપવામાં આવી નથી ને એ નોટિસમાં પણ એનો ખુલાસો થયો છે આપની શાળાના વિદ્યાર્થી પર હુમલો થયા બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી આપની શાળાના કમ્પાઉન્ડમાં ગંભીર હાલતમાં લાંબા સમય સુધી પડી રહ્યો અને આપ દ્વારા ઈજાગ્રસ્ત વિદ્યાર્થી માટે કોઈપણ પ્રકારના પગલા લેવામાં ઉદાસીનતા દાખવેલ છે શાળાના અન્ય વાલીઓના જણાવ્યા મુજબ સદર શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે અનેકવાર વિગ્રહના બનાવ બનતા રહે છે

જેની ફરિયાદ શાળાના આચાર્ય સંચાલકને કરતા આપ દ્વારા તે અંગે કરવાપાત્ર કાર્યવાહી પણ કરવામાં આવી નહતી અને અત્રેની કચેરીને પણ જાણ કરવામાં આવેલ નથી જે આપની ગંભીર બેદરકારી સૂચવે છે. વધુમાં જણાવવાનું છે કે સંદર્ભદર્શિત પત્ર બે મુજબ આપની શાળાના વિદ્યાર્થીની હત્યા મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં શાળાના આચાર્ય અને તેમના સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવતા આ મામલે સ્કૂલના આચાર્ય સિક્યુરિટી ગાર્ડ અને એડમિનિસ્ટ્રેશન સ્ટાફ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 211બી અને 239 હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવેલ છે દર્શક મિત્રો તોડીઓએ જે નોટીસ ફટ અટકારી છે સેવન ડે સ્કૂલના તંત્રને તેમાં તેમણે ચોખ્ખું કહ્યું છે કે ક્રાઈમ બ્રાંચ દ્વારા સ્કૂલનું જે તંત્ર છે

તેની વિરુદ્ધમાં પણ કલમ 211બી અને કલમ 239 હેઠળ ગુનો નોંધવીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેને આધીન આપની શાળાને આઈસીએસસી બોર્ડ સલંગતા મેળવવા ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ એનઓસી કેમ રદ્દ ન કરવી આપની શાળાની માન્યતા કેમ રદ્દ ન કરવી જે અંગેનો ખુલાસો તાત્કાલિક ત્રણ દિવસમાં રજૂ કરવામાં કરવા જણાવવામાં આવેલ છે જો આમ કરવામાં ચૂક થશે તો આપ કંઈ કહેવા માંગતા નથી તેમ માની એક તરફી કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેશો આમ હવે ડીઓ દ્વારા એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સેવન ડે સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે અને સાથે ત્રણ દિવસનો સમય જવાબ રજૂ કરવા માટે આપવામાં આવ્યો છે થોડાક સમય અગાઉ અમદાવાદની સેવન ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ધક્કામુકી જેવી સામાન્ય બાબતે ઝઘડો થતા ધારદાર વસ્તુથી હુમલો કર્યો હતો જેમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે

જેનાથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભારેલા અગ્નિની જેવી સ્થિતિ બની ગઈ હતી ને સેવન ડે સ્કૂલમાં આ જે ઘટના બની તેની તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી રહી છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શાળાના સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવ્યા હતા અને તેના કારણે એ હકીકત બહાર આવી છે કે પ્રથમ દ્રષ્ટિએ શાળાની ખૂબ જ મોટી બેદરકારી છે અને બીજી વસ્તુ ક્રાઈમ બ્રાન્ચના ધ્યાને એ પણ આવી છે કે ઘાયલ વિદ્યાર્થી જ્યારે શાળાની અંદર આવ્યો ત્યારે તેને કોઈપણ તાત્કાલિક સારવાર કે મદદ મદદ શાળાના તંત્ર તરફથી નહોતી મળી આ ઉપરાંત સેવન ડે સ્કૂલના પ્રશાસન પર આરોપ એ પણ લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે આખી ઘટનામાં પુરાવા નષ્ટ કરવાનો પણ પ્રયાસ કર્યો છે તો હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ કાર્યવાહી અંતર્ગત નોટિસ ફટકારી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *