દેશભરમાં એવા ઘણા બધા આઈપીએસ અધિકારીઓ છે જેઓ એક સામાન્ય પરિવારમાં થી ગરીબી માંથી આગળ આવીને પોતાના પરીવાર પોતાના માતા પિતા નું નામ રોશન કરીને પોતાનું ઉચ્ચ મુકામ મેળવવામાં સફળ રહે છે પરંતુ પોતાના સંસ્કાર પોતાની રહેણીકરણી પોતાની પરીસ્થીતી ક્યારેય ભુલતા નથી એવા જ એક આઈપીએસ અધિકારી છે.
મધ્યપ્રદેશ ના ગ્વાલિયર જીલ્લાના ડીએસપી સંતોષ પટેલ જેઓ એક ગરીબ પરીવાર માંથી ખુબ જ સર્ઘષમય જીવન સાથે આજે ઉંચી પોસ્ટ પર તૈનાત છે પરંતુ તેમના પરીવારજનો આજે પણ પોતાના ગામડામા સાદાઈ માં જીવન વિતાવે છે ડીએસપી સંતોષ પટેલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેમને લખ્યું છે કે માતૃભૂમિમાં.
માંની સાથે માતૃત્વ ભરી વાતો જે વીડિયોમાં સંતોષ પટેલ પોતાની માતા પાસે ડીએસપી ની પોલીસની વર્દીમાં પહોંચે છે તેઓ સાલ 2018 માં આઈપીએસ અધિકારી બન્યા હતા તેઓ જ્યારે ઘરે પહોંચે છે એ સમયે તેમની માં ઘેર હોતી નથી તેઓ ખેતર માં પહોચે છે તો તેમની માં ગાયો ભેંસો માટે ચાર લેવા અને ખેતરમાં અન્ય કામ કરતા જોવા મળે છે.
તો ડીએસપી બનેલા દિકરા સંતોષ પટેલે કહ્યું માં આ બધું કામ કરવાની શું જરૂર છે હવે તો તારો દિકરો ઓફીસર બની ગયો ત્યારે માં કહે છે ભેંસો માટે ચાર લેવા આવી છું એનાથી દુધ મળે છે તો દિકરો કહે કે પૈસાથી વેચાણ લઈ લેવાય મારી સાથે ગ્વાલિયર ચાલો તો માં કહે કે પૈસાથી બેટા બધું મળે પણ જે આ ધરતીએ પ્રેમ આપ્યો છે.
જેના કારણે તું ભણી ગણીને મોટો થયો છે એ આ ધરતીને ના છોડી શકાય અને અમને ગામડામાં રહેવાની ખૂબ મજા આવે છે આ કામ કરવાની પણ મજા આવે છે ખેતર અને પ્રકૃતિની વચ્ચે અમારું જીવન વીત્યું છે અને વિતસે મજુરી કરી ત્યારે જ તું આ નોકરી મેળવી શક્યો છે અને એ કામ હું નથી છોડવાની હા નોકરી 100 વિઘા જમીન કરતા પણ વધુ સારી છે.
એક નોકરીયાત 100 વિઘા જમીન વારા વ્યક્તિ ને પણ પાછડ રાખે છે આમા મહેનત છે પરંતુ આ ધરતી આપણી માં છે જેમ હું તારી માં છું એમ આ ધરતી પણ આપણી માં છે સંતોષ પટેલે પોતાની માતા સાથે ના આ સંવાદ ને શેર કરતા ખુશી વ્યક્ત કરી છે આ વિડીઓ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે દિકરો ડીએસપી બની જવા છતાં પણ માતા ખેતરમાં કામ કરી રહી છે.