Cli

કાજોલ ની બહેન તનિષા મુખરજીની શું હાલત થઈ ગઈ છે, ઓળખવી મુશ્કેલ બની…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલ ની બહેન અને નિર્દેશક સોનું મુખર્જી ની નાની દિકરી તનિષા મુખર્જી એ પોતાના અભિનય કેરિયર ની શરૂઆત વિજે ચેનલ થી કરી હતી ત્યારબાદ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ શશ કોઈ હૈ ફિલ્મ માં ડીનો મોરીયો સાથે કરી પરંતુ આ ફિલ્મ કોઈ ખાસ કમાલ કરી શકી નહીં.

‘ત્યારબાદ અભિનેત્રી તનિષા શર્મા રામગોપાલ વર્મા ની ફિલ્મ સરકારમાં જોવા મળી જે ફિલ્મમાં અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન સાથે તેને કામ કર્યું હતું આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થતા તનિષા મુખર્જી ને ખુબ લોકપ્રિયતા મળી આવનાર સમયમાં તેને ફિલ્મ નિલ એન્ડ નીક્કી માં મુખ્ય ભુમિકા ભજવી.

આ ફિલ્મ યશરાજ બેનર હેઠળ બની હતી જેમાં ઉદય ચોપરા મુખ્ય અભિનેતા હતા પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ સાબીત થઈ અને તનીષા મુખર્જી ને દર્શકો એ મુખ્ય અભિનેત્રી તરીકે પસંદ ના કરતા તેનું ફિલ્મ કેરીયર રોકાઈ ગયુ તનીષા મુખર્જી બિગબોસ રીયાલીટી શો હાઉસ સીઝન 7 માં પણ જોવા મળી હતી.

આ દરમિયાન અરમાન સાથે તેની જોડી લોકોને ખુબ પસંદ આવી હતી બંને વચ્ચે પ્રેમ સંબંધો પણ બંધાયા હતા પરંતુ આખરી રાઉન્ડ માં તનિષા મુખર્જી નીકડી ગઈ હતી છેલ્લા ઘણા સમયથી તનિષા મુખર્જી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી દૂર છે અને ઘરેલુ જીવન વિતાવી રહી છે પરંતુ તનિષા મુખર્જી પોતાના ચાહકો.

સાથે કનેક્ટેડ રહે છે ઈન્સ્ટાગ્રામ પર પોતાના જીવનની પળો ને અભિવ્યક્ત કરીને લોકચાહના મેળવતી તનિષા મુખર્જી ખુબ બદલાઈ ચુકી છે તાજેતરમાં પોતાના ડોગી સાથે તે મુંબઈ બાંદ્રા જીમ બહાર સ્પોટ થઈ હતી વાઈટ આઉટફીટ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી પરંતુ તેના ચહેરા પર વધતી ઉમંર સાફ છલકાઈ રહી હતી.

વિના મેકઅપ તેને પોતાનું ગ્લેમર લુક ફોન્ટ કર્યું હતુ ડોગી સાથે હળવાશ ની પળો માણતી તનિષા મુખર્જી ને જોતા લોકો પહેલી નજરે ઓળખી પણ નહોતા શક્યા એકતરફ કાજોલ જીવનમાં ખુબ આગળ વધી રહી છે તો બીજી તરફ તનિષા મુખર્જી પોતાના ફ્લોપ કેરીયર બાદ ઘેરલુ સામાન્ય જીવન વ્યતીત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *