Cli
salman khan is real hero

આશિકી ફેમ રાહુલ રોય બ્રેઈન હેમરેજ બાદ હોસ્પિટલમાં હતો, સલમાન ખાને પોતે ફોન કરીને ચૂકવ્યું બિલ…

Breaking

બોલીવુડ અભિનેતા સલમાન ખાનનું નામ આજે કોઈથી અજાણ્યું નથી.આ એક એવા અભિનેતા છે જે અવારનવાર પોતાના વર્તન ને કારણે ચર્ચામાં આવતા હોય છે.અવારનવાર સલમાન ખાનના ગુસ્સા અંગે વાતો સામે આવતી હોય છે પણ કહેવાય છે ને કે સિક્કાની બે બાજુઓની જેમ જ દરેક વ્યક્તિની પણ બે બાજુ હોય છે.આ વાત સલમાન ખાન પર લાગુ પડતી જોવા મળે છે.સલમાન ખાન બોલીવુડના એક માત્ર એવા અભિનેતા છે જે પોતાના ગુસ્સા સાથે પોતાના દયાળુ સ્વભાવને કારણે પણ લોકોમાં જાણીતા છે.

સલમાન ખાન અવારનવાર બોલીવુડ સાથે જોડાયેલા અથવા ન જોડાયેલા જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા જોવા  મળ્યા છે.હાલમાં પણ સલમાન ખાને બોલિવડના એક અભિનેતાને તેની બીમારીના સમયે મદદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અભિનેતા બીજુ કોઈ નહિ પરંતુ ફિલ્મ આશિકીમાં જોવા મળેલ રાહુલ રોય છે.હાલમાં જ મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન રાહુલ રોયે પોતાના જીવન અને કરિયર અંગે વાત કરી.ઇન્ટરવ્યૂ દરમિયાન રાહુલ રોયે જણાવ્યું કે વર્ષ ૨૦૨૦માં તેમને બ્રેઇન સ્ટોક આવ્યો હતો.

આ દરમિયાન તેમની પાસે હોસ્પિટલનું બિલ ભરવાના પણ પૈસા ન હતા. તેમને જણાવ્યું કે આ સમયે સલમાન ખાને તેમની મદદ કરી હતી.અભિનેતા રાહુલ રોય અને તેમની બહેન પ્રિયંકાએ મિડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાન ખાન વિશે વધુમાં વાત કરતા જણાવ્યું કે રાહુલ LAC ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતા.તે દરમિયાન તેમને બ્રેન સ્ટોક આવતા હેમરેજ થયું હતું.
જેને પગલે તેમને તાત્કાલિક વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા.

જો કે આ હોસ્પિટલમાં એન્જીઓગ્રાફી સહિતના રિપોર્ટ કર્યા બાદ વધુ સારવારની જરૂર જણાતાં તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં આઇસી વોર્ડમાં શિફ્ટ કરાયો હતા.જ્યા લગભગ દોઢથી બે મહિના સારવાર ચાલી હતી.

આ સમય દરમિયાન તેમની પાસે હોસ્પિટલના બિલ ભરવા જેટલા પણ પૈસા ન હતા.જેની જાણ સલમાન ખાનને થતા જ તેમને ફેબ્રુઆરી મહિનામાં હોસ્પિટલની બાકી રકમ ચૂકવી દીધી હતી.એટલું જ નહિ અન્ય મદદ માટે પણ પૂછ્યું હતું પ્રિયંકાએ જણાવ્યું કે સલમાન પડદા પરના જ નહિ અસલ જીવનના હીરો છે તેમને મદદ કરી હોવા છતાં મીડિયામાં જણાવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *