હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલ પબ્જીની પ્રેમકહાની વિશે તો તમે સાંભળ્યું જ હશે.પબ્જીની ગેમ રમતી પાકિસ્તાની પરણિત મહિલા સીમા હૈદર ગેમ મારફત ભારતીય યુવક સચિનના સંપર્કમાં આવી જે બાવ બંને વચ્ચેના સંબંધ ગાઢ બનતા સીમા પાકિસ્તાનથી નેપાળના રસ્તે ભારત આવી પહોંચી.
જે બાદ હાલમાં યુપી એટીએસ દ્વારા સીમાની પૂછપરછ પણ કરવામાં આવી હતી.એટીએસ દ્વારા સીમા જાસૂસ છે કે નહિ તેને લઈને અનેક પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા.જો કે એટીએસને જાસૂસી અંગેના કોઈ પુરાવા મળ્યા નથી પરંતુ હાલમાં જ સીમા હૈદરની બસ ટિકિટને લઈને મહત્વની જાણકારી સામે આવી છે.
હાલમાં જ સીમાની નેપાળથી ભારતની બસ ટિકિટ સામે આવી છે જેમાં સીમાનું નામ સીમા મીણા ઠાકુર લખેલું જોવા મળી રહ્યું છે.એટલું જ નહિ સીમાના બાળકોના નામ પણ હિન્દુ જોવા મળી રહ્યા છે ટિકિટમાં સીમાના દીકરાનું નામ રાજા,દીકરીનું નામ પરી, પ્રિયંકા તેમજ મુન્ની લખવામાં આવ્યું છે.
વાત કરીએ લાઈ ડિટેક્ટર્સ ટેસ્ટ અંગે તો મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન સીમાએ જણાવ્યું કે તે કોઈપણ ટેસ્ટ માટે તૈયાર છે પરંતુ તે પાકિસ્તાન નહિ જાય જો કે હાલમાં સીમાની તબિયત ખરાબ હોવાનું સામે આવ્યું છે.સીમાને ગ્લુકોઝ ચઢાવવામાં આવી રહ્યા હોવાનું પરિવારનું કહેવું છે.