કહેવાય છે કે જ્યારે તમે કોઈ ઊંચા પદ પર અથવા કોઈ એવા ક્ષેત્રમાં હોય જ્યા લોકોની નજર હંમેશાં તમારા પર રહેતી હોય તો તમારે એકેએક ડગલું સાચવી ને ભરવું જોઈએ, શબ્દોનો વિચારીને ઉપયોગ કરવો જોઈએ. કારણ કે દુનિયા તમારા શબ્દો પાછળના કારણ ને નહિ માત્ર તમારા ગુસ્સાને જોતી હોય છે.
હાલમાં આવું જ કંઈ સૈફ અલી ખાન સાથે થતું જોવા મળી રહ્યું છે એક સમયે પોતાની ફિલ્મોને કારણે ચર્ચામાં રહેતા સૈફ અલી ખાન પાછલા કેટલાય વર્ષોથી માત્ર પોતાના પરિવાર સાથે જ મીડિયામાં જોવા મળી રહ્યા છે એ તો તમે જાણતા જ હશો. હાલમાં પણ સૈફ અલી ખાન તેમની પત્ની કરીના કપૂર તેમજ બંને દીકરાઓ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
બંને ક્રિસમસ ની રજાઓ માણવા જાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું હતું સૈફ અને કરીના એરપોર્ટ પર ખૂબ જ સ્ટાઇલિશ કપડા સાથે જોવા મળ્યા હતા પરંતુ લોકો તેમના લુકની ચર્ચા કરે તે પહેલા જ સૈફ અલી ખાને એરપોર્ટ પર કઈ એવું કર્યું જેને કારણે હાલમાં તેમની ખુબ જ નિંદા કરવામાં આવી રહી છે મળતી માહિતી અનુસાર સૈફ અલી ખાન પત્ની કરીના તેમજ બાળકો સાથે મીડિયાને પોઝ આપી અંદર જતા જ હતા કે તે સમયે અચાનક ત્યાં આવેલા એક વ્યક્તિ સાથે તેમની બોલાચાલી થઈ ગઈ હતી.
જોકે સમગ્ર મામલો શું હતો તે અંગે જાણકારી મળી શકી નથી પરંતુ આ બોલાચાલી દરમિયાન સૈફ અલી ખાનના ચહેરા પર ગુસ્સો જોવા મળી રહ્યો હતો. જેના પરથી તેઓ તે વ્યક્તિ સાથે લડાઈ કરી રહ્યા હોવાનું અનુમાન લગાવમાં આવી રહ્યું છે હાલમાં સૈફ અલી ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે સૈફની ફિલ્મ ન ચાલતી હોવાથી તે અકળાઈ ગયો છે.