બોલીવુડ અને સાઉથમાં નામના મેળવનાર અભિનેતા સોનું સુદ ભલે ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવતા હોય પરતું તે હકીકતમાં એક સાચા હીરો છે અને એ વાતનું પ્રમાણ એમણે કોરોના સમયે લોકોની મદદ કરીને આપ્યું છે જ્યારથી ખરાબ સમય શરૂ થયો ત્યારથી એટલે કે ૨૦૨૦ના સમયથી સોનું સુદે સેવાના અનેક કર્યો કર્યા છે.
તેમને અનેક લોકોને ઓકસીજન સિલિન્ડર આપી તેમનો જીવ બચાવ્યો તો કેટલાય લોકોને રોજગાર આપી નવી શરૂઆતની તક આપી કેટલાય વિદ્યાર્થીઓને મોબાઈલ આપ્યા તો અમુક ગામમાં મોબાઈલ ટાવર લગાવ્યા આવા બીજા તો અનેક કામ છે જે સોનું સુદે કર્યા છે અને આજે પણ કરી રહ્યા છે હાલમાં પણ ટ્વીટર અન બીજા સોશીયલ મીડિયામાં લોકો સોનું સુદ પાસે મદદ માંગી રહ્યા છે તો કેટલાક લોકો સોનુની મદદ લેવા તેમના ઘરે પણ પહોંચી રહ્યા છે.
હાલમાં પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યાં સોનુસુદના ઘરે એક વ્યક્તિ મદદ માટે પહોચ્યો હતો જેનો એક વિડિયો સામે આવ્યો છે વીડિયોમાં બિહારના એક વ્યક્તિએ પોતાની દીકરીઓના લગ્ન કરાવવા માટે સોનુની મદદ માંગી છે આ વીડિયોમાં સોનું બિહારથી આવેલા એ વ્યક્તિ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે.
તેઓ વ્યક્તિને તેના કામ અંગે તેમજ દીકરીઓને તેમના અભ્યાસ અંગે પૂછપરછ કરી રહ્યા છે બિહારથી આવેલા આ વ્યક્તિ જણાવી રહ્યો છે કે તે બિહારમાં મજૂરી કરે છે તેમને સંતાનમાં બે દીકરીઓ છે જેના લગ્ન કરાવવા માટે તેમને પૈસાની જરૂર છે જો કે તમને જણાવી દઇએ કે હાલમાં જ સોનું સુદ ના ઘરે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રેડ પડવામાં આવી હતી.
સોનું સુદ અત્યાર સુધી અનેક લોકોની મદદ કરી રહ્યા છે એવામાં ઈનકમ ટેક્સ વિભાગને સોનું સુદ પર શંકા જાય તે સામાન્ય વાત છે અને આ જ કારણે તેમના ઘરે રેડ પાડવામાં આવી હતી પરંતુ બે દિવસની તપાસ બાદ અધિકારીઓને કોઇ ગેરકાયદેસર વસ્તુ મળી નહોતી આવી રીતે સોનું સુદ ગણા લોકો માટે ભગવાનના એક જરિયા તરીકે ઊભરી આવ્યા છે.