બોલિવૂડ એક્ટર કુણાલ ખેમુને લઈને અત્યારે દુઃખદ ખબર આવી રહી છે બોલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપનાર કૃણાલ ખેમુએ સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાનથીલગ્ન કર્યા હતા તેઓ શુખશાંતિ થી પોતાનું જીવન વિતાવી રહ્યા હતા પરંતુ પરંતુ આજનો દિવસ કુણાલ અને તેના પરિવાર માટે ખરાબ સાબિત થયો.
હકીકતમાં આજે એટલે કે 24 જુલાઈ 2022ના રોજ કુણાલ ખેમુના દાદીએ અંતિમ શ્વાસ લીધા હતા આ જાણકારી ખુદ અભિનેતા કૃણાલ ખેમુએ આપી છે તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભાવુક થઈ પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે તેમની દાદીના મૃત્યુની માહિતી આપી છે અને તેની સાથે એક સુંદર તસવીર પણ શેર કરી છે.
જેમાં પુત્રી ઇનાયા પણ જોવા મળી રહીછે આ તસવીર શેર કરતા અભિનેતાએ એક લાંબી નોટ પણ લખી છે અભિનેતાએ લખ્યું મેં આજે મારી દાદી ગુમાવી દીધી છે અમે બધા તેને મા કહીને બોલાવતા તેઓ એમના જીવનમાં ખુબ મહેનત કરતી હતી તેઓ અમને બધાને એક માતાની જેમ પ્રેમ કરતી હતી.