વેલકમ ટુ સજ્જનપુર જુબૈદા અને કળીયુગ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપનાર અને 8 વાર નેશનલ એવોર્ડ જીતી ચુકેલા ફિલ્મ મેકર શ્યામ બેનેગલ ને લઈને ખુબ ખરાબ સમાચાર સામે આવ્યા છે શ્યામ બેનેગલ ની બંને કિડનીઓ ખરાબ થઈ ચુકી છે બે દિવસ પહેલા જ મેડીકલ ટેસ્ટ માં આ વાતનો ખુલાસો થયો છે.
તેમનો ઈલાજ તેમના નિવાસ સ્થાને કરવામાં આવી રહ્યો છે સાથે ડાઈલીસીસ પણ ચાલે છે 88 વર્ષીય શ્યામ બેનેગલે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મહત્વની ભૂમિકા ભજવી છે તેઓ એક સફળ ડિરેક્ટર સાબિત થયા છે પોતાની 88 વર્ષની ઉંમરે પણ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા હતા અને લગાતાર તેઓ આ ઉંમરે પણ.
પોતાના ફિલ્મી પ્રોજેક્ટ સાથે કામ કરી રહ્યા હતા શ્યામ બેનેગલ ની બાંગ્લાદેશ સરકારની સાથે મુજીબ ધ મેકીગં ઓફ નેશન નામની ફિલ્મ બની તૈયાર થઈ ચુકી છે આ ફિલ્મ બાંગ્લાદેશ ના પ્રથમ રાષ્ટ્રપતિ ના જીવન પર આધારીત છે શ્યામ બેનેગલ ની આ દુઃખદ ખબર સાંભળીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દુઃખ ના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
એક તરફ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં સતીશ કૌશિક ના નિધન નું દુઃખ છે તો બીજી તરફ બીજા ડીરેક્ટર પણ જીદંગી અને મો!ત વચ્ચે ઝઝુમી રહ્યા છે શ્યામ બેનેગલે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જુબૈદા ધ મેકીગં ઓફ મહાત્મા ગાંધી નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ધ ફોરગેટન હીરો મટ્ટી વેલ કમ ટુ સજ્જનપુર જેવી ઘણી બધી ફિલ્મો બનાવી છે અને તેમના દ્વારા નિર્માણ પામેલી.
આ ફિલ્મો એ આઠ વાર નેશનલ એવોર્ડ મેળવેલા છે દેશમાં સૌથી વધારે નેશનલ એવોર્ડ જીતવાનો રેકોર્ડ પણ બોલિવૂડ ના આ દિગ્ગજ ડીરેક્ટર શ્યામ બેનેગલના નામે છે શ્યામ બેનેગલ ને અસલી દાદા સાહેબ ફાળકે નેશનલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલા છે આપણે પ્રાથના કરીએ કે શ્યામ બેનેગલની તબીયતમાં સુધાર આવે અને તેઓ આ બિમારી થી સ્વસ્થ થઈ શકે.