આજકાલ યુવાનોમાં ફિલ્મી કલાકારોની જેમ સ્ટંટ કરી ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાની હોડ જોવા મળે છે માત્ર લાઈક કમેન્ટ અને પોતાનુ સ્ટેટ્સ ઉંચુ દેખાડવામા માટે ઘણા યુવાનો લોકો ને અસલામતી માં ધકેલતા જોવા મળે છે બાઈક પર સ્ટંટ કરીને ઘણા યુવાનો સામાન્ય જનતાને પરેશાન કરતા જોવા મળે.
એવી ઘણી ઘટનાઓ અમદાવાદ માંથી સામે આવી રહી છે એસજી હાઈવે સિંધુ ભવન રોડ એસપી રીગં રોડ અને રિવરફ્રન્ટ પર આ પ્રકારની ઘટના ઓ ખુબ સામે આવી હતી પોલીસને ઘણી ફરિયાદો મળી હતી એ વચ્ચે એ અસામાજિક તત્વો ની સામે આઈપીએસ ડીસીપી સફન હસને બાંયો ચડાવી છે લોકોની સલામતી.
માટે અને આ પ્રકારની હરકતો અટકાવવા માટે ડીસીપી સફન હસને એક અલગ જ રણનીતિ ઘડી છે તેમને એક ખાસ ટીમ બનાવી છે સીસીટીવી કેમેરા ફુટેજ પર 24 કલાક એક ટીમ બેસાડી છે અને સોશિયલ મીડિયા પર વાઈરલ વિડીઓ પર પણ ધ્યાન રાખવા એક્સપર્ટ બેસાડી દિધા છે મિડીયા સાથેની.
વાતચીતમાં ડીસીપી સફન હસને જણાવ્યું હતું કે જનતાને હેરાન કરનાર લોકોને છોડવામાં નહીં આવે સ્ટંટમેન ની બુક કરવામાં આવે છે અને વાહન રોકીને પીછો કરવામાં આવે છે આ પ્રકારની ઘટનાઓ અટકે એ માટે અમે કાર્ય કરી રહ્યા છીએ એમને કડક વલણ દર્શાવી જણાવ્યું હતું કે આઈપીસી કલમ.
289 મુજબ ગુનો નોંધવામાં આવશે દરોડા પાડવામાં આવશે પોલીસે ડાયનેમીક અમદાવાદ સેફ અમદાવાદ અનામી એકાઉન્ટ પણ સક્રિય કર્યું છે જેના દ્વારા નાગરીકો પોતાને અનુભવાતી ટ્રાફીક સમસ્યા અને સ્ટંટમેનો વિશે માહીતિ આમને મોકલી શકશે પોલીસ એવા તત્વો ને છોડશે નહીં તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.