Cli
સો સો સલામ છે આપણા ખજૂર ભાઈને કે જેમને ગુજરાતમાં જન્મ મળ્યો, ફરીથી એક એવું કામ કરી બતાવ્યું કે...

સો સો સલામ છે આપણા ખજૂર ભાઈને કે જેમને ગુજરાતમાં જન્મ મળ્યો, ફરીથી એક એવું કામ કરી બતાવ્યું કે…

Breaking

ગુજરાતમાં કોમેડી ક્ષેત્રે ખૂબ જ નામના ધરાવતા ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની પોતાના અભિનય કેરિયરની સાથે લોક સેવાના કાર્યોમાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગરીબ બેસહારા નિરાધાર મકાન વિહોણા માં બાપ વિનાના લોકોની હંમેશા મદદ કરતા દોડી પહોંચતા ખજુર ભાઈએ આજ સુધી 250 થી.

વધારે લોકોના રહેવા મકાન બનાવી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે નિરાધાર લોકો માટે ખજુર ભાઈ ભગવાન શ્રીકૃષ્ણ માફક આવી પહોંચે છે એવા ખજુર ભાઈ તાજેતરમાં તાપી જિલ્લા નું ટીચકપુરા ગામ છે બારડોલી વ્યારાની વચ્ચે આવેલુ છે જ્યા એક ઉમંર લાયક માવડી પોતાની શારીરિક વિકલાંગ.

32 વર્ષીય દિકરી નિલમ ગામીત જે બંને હાથ પગે વિકલાગં છે માત્ર જોઈ શકે અને ખાઈ શકે એવી હાલત માં ઉછેરી રહી છે તેમની જાણ થતાં ત્યાં પહોંચ્યા હતા ખજુર ભાઈએ જે હાલત જોઈ તેમની આંખો માંથી આંશુ સરી પડ્યા 32 વર્ષીય દિકરી નિલમ ગામીત ફાટેલા તૂટેલા કપડા માં ખાટલામાં સુતી હતી.

મકાન કાચુ અને એકદમ જર્જરિત હાલતમાં હતું દિકરી શારીરિક વિકલાંગ હતી જે ઉભી કે બેઠી પણ નહોતી થઈ શકતી તેનું નીચેનું શરીર તેને સાથ આપતું નહોતી તેના ખાટલાની નીચે બાથરુમ સંડાસની વ્યવસ્થા માટે એક ટબ મુકેલું હતુ આ જોઈ ખજુર ભાઈ ભાઉક થયા હતા તેની માતા સાથે વાત કરવાનો.

પ્રયત્ન કરતા માં અને દિકરી રડી પડ્યા હતા ખજુર ભાઈએ ને જણાવ્યું કે વર્ષોથી અમે આવી જિંદગી જીવી રહ્યા છીએ એના પિતાજી ઘણા વર્ષોથી દેહાંત પામ્યા છે હું એકલી આ દીકરીને આ પરિસ્થિતિમાં મોટી કરી રહી છું તે નથી ચાલી શકતી કે નથી બેસી શકતી રોજ 120 રૂપિયાની મજૂરી કરીને આ દીકરીને લાવીને ખવડાવું છું.

એના માટે રોજ એક નાસ્તાનો ડબ્બો એના પલંગમાં મૂકીને હું કામ કરવા માટે જાઉં છું અને સાંજે પાછી આવું ત્યારે તેને મારા હાથેથી ખવડાવું છું તે જમી પણ શકતી નથી ખજૂર ભાઈએ તેની આ હાલત જોતા માવડીને પૂછ્યું કે તમારે શું જોઈએ તો તેમને માત્ર રડતા રડતા આંસુઓમાં જવાબ આપ્યો.

ખજૂર ભાઈએ જણાવ્યું કે ખરેખર આવા લોકોની મદદ કરવી જોઈએ જે લોકો આવી પરિસ્થિતિમાં પણ જેમ તેમ કરીને જીવે છે ખજૂર ભાઈએ પોતાની ટીમને બોલાવીને તાત્કાલિક જૂનું મકાન પાડીને પાકું નવું મકાન જેમાં સડાસં બાથરૂમ તમામ સુવિધા હોય જે બનાવવાનો પ્રારંભ કર્યો અને આ પરિવારને આર્થિક રીતે.

તમામ પ્રકારની સુવિધા આપીને નવા મકાનમાં તેમને રહેવા માટેની વ્યવસ્થા શરુ કરી દિધી ખજૂર ભાઈએ જણાવ્યું કે જ્યાં સુધી અહીં તમામ પ્રકારની વ્યવસ્થા નહીં થાય નવું મકાન નહીં બને ત્યાં સુધી હું આ જગ્યા છોડીને જવાનો નથી આ પરિવારને તમામ પ્રકારની મદદ હું કરી અને દીકરીની પરીસ્થીતી સુધારવા નું હું વચન આપું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *