Cli
rashmigupta

વિક્રમ ઠાકોરની આ અભિનેત્રીએ હિન્દી ઇન્ડસ્ટ્રીમાં કરી એન્ટ્રી.

Uncategorized

ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરનું નામ તો તમે સાંભળ્યું જ હશે.આ અભિનેતા પોતાના અભિનય, ગીતો તેમજ પોતાની અભિનેત્રીઓ માટે પણ ખૂબ જાણીતા રહ્યા છે.

વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટાભાગની અભિનેત્રીઓ સાથે કામ કરી ચૂક્યા છે એ વાત પણ તમે જાણતા જ હશો. પરંતુ શુ તમે જાણો છો કે વિક્રમ ઠાકોરની એક અભિનેત્રી આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રી છોડી હિન્દી ઇન્ડસ્ટ્રીમાં નામના મેળવી રહી છે.

અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દિવાનીમાં વિક્રમ ઠાકોર સાથે જોવા મળેલી અભિનેત્રી રશ્મિ ગુપ્તા વિશે.વર્ષ ૨૦૧૮માં ગુજરાતી ફિલ્મમાં જોવા મળેલી આ અભિનેત્રીએ સિરિયલ યે વાદા રાહથી અભિનય કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તેને ગુજરાતી ફિલ્મમાં પોતાની કિસ્મત અજમાવી હતી.

જો કે આ એક ફિલ્મ બાદ તે મોટાભાગે હિન્દી સીરિયલ તેમજ ફિલ્મમાં જોવા મળી હતી.રશ્મિએ મર્ડર મેરી જાન ફિલ્મ તેમજ ગુડન તુમસે ના હો પાયેગા સીરિયલમાં કામ કર્યું છે. જણાવી દઇએ કે રશ્મિ મરાઠી પરિવારમાંથી આવે છે.હાલમાં તે મુંબઈમાં પોતાના પરિવાર સાથે રહે છે.

નવેમ્બર વર્ષ ૧૯૯૪માં જન્મેલી રશ્મિ હજુ સુધી સિંગલ છે અને તે અભિનય સાથે સ્ટેજ શો કરી કરીયરમાં સફળતા મેળવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *