આર્યનના કેસમાં ધીમે ધીમે શાહરૂખના વિરોધીઓ સામે આવી રહ્યા છે એક તરફ જ્યાં બોલીવુડના જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટી હૃતિક રોશન શત્રુઘ્ન સિન્હા સલમાન ખાન ફરાહખાન વગેરે શાહરુખને સમર્થન આપી રહ્યા છે શાહરૂખના ચાહકો તેને સાથ આપી રહ્યા છે એવામાં બોલીવુડમાં અમુક એવા લોકો પણ છે જે આર્યનનો વિરોધ કરી રહ્યા છે.
હાલમાં જ બોલીવુડના જાણીતા ડાયરેકટર રામગોપાલ વર્માએ આ કેસમાં આર્યન અને શાહરૂખની મજાક બનાવતી એક ટ્વીટ કરી છે રામગોપાલ વર્માએ ટ્વીટ કરતા લખ્યું છે કે શાહરૂખે તો અધિકારીઓનો આભાર માનવો જોઈએ કે તેમને આર્યનને ફિલ્મમાં આવતા પહેલા જ સુપર સ્ટાર બનાવી દીધો છે.
વધુમાં રામગોપાલ વર્માએ આ મામલે એક જોક પણ બનાવ્યો છે તેમને આ પૂરી બાબતને ફિલ્મના રૂપમાં બનાવી ટ્વીટ મૂક્યું છે જેમાં લખ્યું છે ફિલ્મનું નામ રોકેટ છે જેનો અભિનેતા આર્યન ખાન પ્રોડ્યુસર રહેશે તપાસ અધિકારી અને રાજકારણી જેના ડાઇરેક્ટર છે મિડીયા તેમને શાહરૂખના ચાહકોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જે લોકો શાહરૂખના સાચા ચાહક છે તેમને પણ અધિકારીઓનો આભાર માનવો જોઈએ હું પણ આભાર માનવા માંગુ છું.
ઉલ્લેખનીય છે કે આ પહેલા કંગના રનૌત અને પુનિત વશિષ્ઠ પણ શાહરૂખ વિરુદ્ધ નિવેદન આપી ચૂક્યા છે કંગનાએ સોશીયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે પપ્પુ માફિયા આર્યનને સાથ આપી રહ્યા છે તો પુનિત વશિષ્ઠએ કહ્યું હતું કે ભગવાન શાહરુખને સજા આપી રહ્યા છે તમને જણાવી દઇએ કે હજુ સુધી આર્યનને જામીન મળ્યા નથી આજની સુનવણી બાદ કોર્ટે ૨૦તારીખે નિર્ણય આપવાનું નક્કી કર્યું છે.