Cli
srk valik shahrukhne shu thayu kotma

SRKનું એવું તો કેવું પ્રેશર હશે વકીલ ઉપર કે 2 વાર કોર્ટમાં ખોઈ બેઠા ભાન…

Bollywood/Entertainment

આર્યનને જામીન અપાવવા માટે શાહરૂખ કેટલી મહેનત કરી રહ્યા છે તે તો તમે જાણો જ છો છતાં આ કેસમાં દલીલો અને તારીખો સિવાય તેમને કઈ જ નથી મળી રહ્યું હાલમાં જ શાહરૂખખાને આર્યનના કેસ માટે વકીલ સતિષ માનશિંદેને પોતાના ઘરે બોલાવ્યા હતા જે બાદ તેમને અમિત દેસાઈ નામના જામીન કરાવવામાં પ્રખ્યાત વકીલને પણ આ કેસની જવાબદારી સોંપી હતી તેમ છતાં અમિત દેસાઈના પ્રયત્નો પણ નિષ્ફળ જતા દેખાઇ રહ્યા છે.

ગઇકાલે આર્યનના કેસમાં થયેલી લાંબી દલીલો બાદ કોર્ટે દ્વારા આજની તારીખ આપવામાં આવી હતી પરતું આજે પણ કોર્ટ દ્વારા જામીન આપવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી એવામાં વકીલ સતિષ માનશિંદે આજે કોર્ટની સુનવણી દરમિયાન ગુસ્સે થતા નજરે પડ્યાં કોર્ટની સુનવણી દરમિયાન જ્યારે એક સમાજ સેવકે આ કેસને લઈને પોતાના મત રજૂ કરવાની વાત કરી.

ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા તેમને કહ્યું કે કોર્ટમાં પહેલાં જ દલીલો થઈ ગઈ છે હવે કોઈ ત્રીજો વ્યક્તિ આમાં વચ્ચે ન પડવો જોઈએ નહિ તો કેસ વધારે ખરાબ થઈ શકે છે એટલું જ નહિ આજની સુનવણી દરમિયાન આર્યનના બંને વકીલ સતિષ માનશિંદે અને અમિત દેસાઈ કોર્ટમાં સમયસર પહોંચ્યા હતા.

પરતું સરકારી વકીલ કોર્ટનો સમય થયો હોવા છતાં ત્યાં પહોંચી શક્યા ન હતા એવામાં વકીલના મોડા આવવાની વાત સાંભળીને પણ સતિષ માનશિંદેનું મગજ ગરમ થયું હતું તેમને કહ્યું કે ભલે વકીલને આવવામાં ૨વાગે પરતું આજે આ કેસમાં નિર્ણય થઈને રહેશે જેનો અર્થ એવો થયો કે વકીલ પોતે જ ભૂલી ગયા છે કે કેસનો નિર્ણય વકીલે નહિ પરંતુ જજે કરવાનો હોય છે.

ઉપરાંત વકીલ સતિષ માનશિંદેમાં આવેલા એક વધુ બદલાવની વાત કરીએ તો પહેલા તેઓ મીડિયાના પ્રશ્નો સાંભળીને જવાબ આપતા હતા જ્યારે આજની સુનવણી બાદ તો વકીલ સતિષ માનશિંદે ક્યાંય જોવા પણ મળ્યા નથી આ બધું જોતા એક વાત સાફ છે કે શાહરૂખ દ્વારા પોતાના દીકરા આર્યનના જામીન માટે બંને વકીલ પર જોરદાર દબાવ નાખવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *