મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 17 દિવસથી દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તેઓ સતત વેન્ટિલેટર પર છે અને ડોક્ટર્સ એમને સાજા કરવાનો પુરે પૂરો પ્રયાસ કરી રહ્યા છે ધીરે ધીરે તેમની તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો છે.
પરંતુ તેઓ હજુ પણ હોશમાં આવ્યા નથી તેના વચ્ચે રાજુ શ્રીવાસ્તવનો પરિવાર એ લોકોથી કંટાળી ગયો છે જેઓ રાજુભાઈના સ્વાસ્થ્ય વિશે ખોટી ખબરો ફેલાવી રહ્યા છે રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્ય વિશે ઉડતી અફવાઓથી પરિવાર પરેશાન થઈને આવી અફવાઓ ફેલાવનાર સામે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે.
મીડિયા રિપોર્ટ મુજબ કેટલાક લોકો પોતાના ફાયદા માટે રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્ય વિશે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી રહ્યા છે ખોટી અફવાઓથી કંટાળીને રાજુના ભાઈ દીપુ શ્રીવાસ્તવે મુંબઈ પોલીસના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે દીપુએ ફરિયાદમાં કહ્યું છેકે બાજુ રાજુભાઈની તબિયતની ચિંતા છે અને.
બીજી બાજુ ખોટા ન્યૂઝના કારણે તેમના પરિવારને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તેથી તેમણે આખરે કંટાળીને સાયબર સેલમાં જવાનું નક્કી કર્યું રાજુભાઈ ની ફરિયાદ બાદ મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છેકે રાજુ શ્રીવાસ્તવ વિશે ખોટા ન્યુઝ ફેલાવતા લગભગ 42 સોશિયલ મીડિયા પેજને બ્લોક કરી દેવામાં આવ્યા છે.