નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને તમે અને હું બધા જ વરસાદની રાહ જોઈ રહ્યા છીએ કે આ ચોમાસું આવી ગયું પણ વરસાદ ક્યાં ગાયબ થઈ ગયો અને ક્યાં રહી ગયો. અત્યારે તો દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. જે તીવ્રતાથી વરસાદ પડવો જોઈતો હતો એ તીવ્રતાથી વરસાદ હજુ સુધી ચોમાસાનો પડ્યો નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બીજી તારીખ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે એટલે પહેલી બીજી તારીખ સુધી આપણે બધાય રાતો જોવાની જ છે. અત્યારની સ્થિતિ શું કહે છે તો તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ દેખાઈ રહ્યો છે. વાપી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીનો જે વિસ્તાર છે આ વરસાદ પણ સામાન્ય મધ્યમ વરસાદ છે અતિથી અતિભારે વરસાદની કોઈ આગાહી આખા ગુજરાતમાં ક્યાંય નથી.
વડોદરામાં વરસાદ પડી રહ્યો છે વડોદરામાં વરસાદ અને સાથે જ દરિયાકાંઠાનો વિસ્તાર એટલે ઓખાથી લઈ અને આ બાજુ મહુવાના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે સાથે જ કચ્છના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે એટલે તમે જુઓ કે ધીરે ધીરે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે કારણ કે ઇન્દોરની આસપાસ એક સિસ્ટમ બનેલી છે. 29 તારીખે ઘણા બધા વિસ્તારો એવા છે એટલે મધ્ય ગુજરાતના પણ ઘણા બધા ભાગો એવા છે કે જ્યાં વરસાદ આજે રાત સુધીમાં પડી શકે છે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના છે ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદયપુર નર્મદા આ બાજુ સુરત નવસારી વાપી દમણ આ બધા વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે મહુવામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે ભાવનગરમાં રાજકોટ મોરબીમાં વરસાદની સંભાવના છે આ બાજુ ગોધરાથી લઈને ઉપર રાજસ્થાન તરફ રાજસ્થાનના ના બોર્ડરના વિસ્તારો સુધી છૂટો છવાયો મધ્યમ વરસાદ પડશે. અમદાવાદની આસપાસના અમુક વિસ્તારોમાં પણ વરસાદ પડશે ખેડા નળિયાદમાં વરસાદની સંભાવના છે. ગાંધીનગરમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ પડી જાય એવી સંભાવના છે. અતિભારે વરસાદની કોઈ આગાહી નથી. 30 તારીખની સ્થિતિ જોઈએ તો પાછો એ વરસાદ જે છે એની તીવ્રતા જે છે એ ઓછી થતી દેખાય છે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ હોય એવી સંભાવનાઓ છે એના પછી તમે જુઓ કે 30 તારીખે શાંત સુધીમાં વાપીથી
એક સિસ્ટમ જે છે આ સિસ્ટમ બનેલી છે ધીરે ધીરે જેમ જેમ ઉપર આવશે એની અસરો દેખાતી રહેશે એટલે સુરતમાં પણ છૂટો છવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે ભાવનગર મહુવા વેરાવડ પોરબંદર ઓખામાં વરસાદની સંભાવના છે મોરબીમાં વરસાદ પડે તેવી સંભાવના ના છે 30 તારીખે તીવ્રતા વચ્ચે દક્ષિણ ગુજરાત આખાને સમાવશે અને સાથે જ સૌરાષ્ટ્રના ભાગોને પણ અને 30 તારીખે શાંત સુધીમાં ગુજરાતના અડધાથી વધારે ભાગો એટલે મધ્ય ગુજરાતને પણ કવર કરશે ઉત્તર ગુજરાતને પણ કવર કરશે એવો વરસાદ પડી રહ્યો છે એટલે આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે 30 તારીખ પહેલી બીજી તારીખે ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને 30 તારીખે તમે જુઓ તો તમને ભીંડીથી ખબર પડે કે આખા ગુજરાતમાં વરસાદ બતાવી રહ્યા છે એટલે 30 તારીખની આસપાસ ગુજરાતમાં સારો વરસાદ રાત સુધીમાં પડી જાય તેવી સંભાવના છે. ધીરે ધીરે ઉત્તર ગુજરાત તો તરફ સિસ્ટમ આગળ વધે અને ઉત્તર ગુજરાતમાં પણ એવો વરસાદ પડે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. પહેલી તારીખે દક્ષિણ ગુજરાત આખામાં વરસાદ પડશે સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ બતાવી રહ્યા છે. આ બાજુ મધ્યપ્રદેશથી એક સિસ્ટમ જે છે એની અસર છે અને દરિયા કાંઠાના વિસ્તારમાંથી મહારાષ્ટ્રથી આવતી સિસ્ટમની અસર છે જેના કારણે ભારે વરસાદ આ બધા જ વિસ્તારોમાં પડવાનો છે સુરતમાં મુંબઈમાં તમે જુઓ કે અહીંયા રેડ છે એટલે એ જે લો પ્રેશર સિસ્ટમ કહેવાય એ સિસ્ટમ બનેલી છે
અને ખૂબ મજબૂત છે એટલે એની અસરો ખૂબ વધારે થવાની છે. બીજી ત્રીજી તારીખ સુધીમાં તો ગુજરાતના દક્ષિણના ભાગો દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડી જાય એવી આગાહી છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સાથે જ સૌરાષ્ટ્રના લોકોએ હજુ પણ થોડો થોડી રાહ જોવાની છે અતિભારે વરસાદ માટે બાકી બહુ જ બધા વિસ્તારો એવા છે કે જ્યાં સારો વરસાદ પડી જવાનો છે અને શુગ્ર શનિવારની આસપાસ તો તમે જુઓ કે બીજી ત્રીજી તારીખ સુધીમાં તો એ સિસ્ટમની ભયંકર અસર દેખાઈ રહી છે એટલે એના કારણે ણે બહુ જ વધારે વરસાદ એ સૌરાષ્ટ્રમાં પડવાની પણ સંભાવના છે ત્રીજી તારીખે આખા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ છે અને ચોમાસાના આગમન પછી જે વરસાદ પડવાનો હોય એ હવે બીજી ત્રીજી તારીખની આસપાસ પડે તેવી સંભાવના છે આ બાજુ દક્ષિણ ગુજરાતની સ્થિતિ પણ રહેવાની છે દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ વધારે વરસાદ પડવાનો છે અત્યારે ચોમાસુ બેસ્યા પછી ચોમાસુ ક્યાં અટવાઈ ગયું એ પ્રશ્ન હતો જ્યારે પૂર્વ પશ્ચિમના બંનેના પવનો અને એ સાનુકૂળ જે વાતાવરણ બને એના કારણે ચોમાસુ ધીરે ધીરે આગળ વધતું હોય છે જે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને એક્ટિવ હતા પણ બંગાળની ખાડી ખૂબ વધારે એક્ટિવ હતી અને એટલે જ જે ચોમાસુ જે છે એ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું ત્યાં છોટો છવાયો વરસાદ પડ્યો પણ પછી
જે વરસાદ પડવો જોઈતો હતો એવો વરસાદ ન દેખાયો ધીરે ધીરે આગળ વધ્યું ચોમાસુ મોડું નથી અને ચોમાસુ નબડું પણ નથી અત્યારે જે વરસાદ ઓછો પડ્યો છે એનાથી આપણે એવી આગાહી ન કરી શકીએ કે આ વખતે ચોમાસુ નબડું છે ચોમાસુ એકંદરે સારું રહેવાનું છે અત્યારે તો સ્થિતિ જોતા તમે જોયું કે દક્ષિણ ગુજરાતમાં અને દરિયાકાંઠાના વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ પડશે. મહારાષ્ટ્રમાં પણ તમે જુઓ કે એ સિસ્ટમ એકદમ એક્ટિવ છે. ત્યાં પણ વરસાદની સંભાવના છે. હવે આગામી 24 કલાક માત્ર રાહ જોવાની છે 24 કલાકની અંદર ભૂકા બોલાવે એવો વરસાદ આખા ગુજરાતમાં પડવાનો છે એવી આગાહીઓ કરવામાં આવી છે તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો