Cli

હીરો સામે પગ પહોળા રાખીને કેમ ઊભા રહેવું પડતું? પૂજા બત્રાનો ચોંકાવનારો ખુલાસો

Uncategorized

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી એવા કેટલાક એક્ટર્સને સુપરસ્ટાર તરીકે પૂજવામાં આવ્યા છે જેમની હાઇટ ઓછી હતી અને એક્ટિંગ પણ ઠીક-ઠાક હતી. તેમ છતાં લોકો તેમના દીવાના જોવા મળ્યા કારણ કે સ્ક્રીન પર તેમનો જાદુ જ એવો હતો. પરંતુ જો હિરોઇનની વાત કરીએ તો,

જો હિરોઇન થોડી પણ જાડી હોય તો લોકો તેને જજ કરવા લાગે છે. થોડી હાઇટ ઓછી હોય તો પણ જજ થાય છે અને જો લાંબી હોય તો ઇન્ડસ્ટ્રી તેને બહાર જ ધકેલી દે છે. ઘણી એક્ટ્રેસીસ સાથે એવું બન્યું છે જેમને પોતાની લાંબી હાઇટના કારણે ઘણી ફિલ્મો ગુમાવવી પડી છે. આ યાદીમાં યુક્તા મુખીનું નામ સામેલ છે, સુષ્મિતા સેનનું નામ સામેલ છે અને હવે એક્ટ્રેસ પૂજા બત્રાએ ખુલાસો કર્યો છે કે કેવી રીતે પોતાની લાંબી હાઇટના કારણે તેણે ઘણી ફિલ્મોથી હાથ ધોવા પડ્યા હતા અને હીરો સાથે સીન આપતી વખતે તેણે પોતાના પગ પહોળા કરીને ઊભા રહેવું પડતું હતું. જી હા, પૂજા બત્રાએ ફિલ્મોના શૂટિંગના બિહાઈન્ડ ધ સીન્સનો આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.પૂજા બત્રાએ જણાવ્યું કે મારી હાઇટ 5.9 હાફ છે.

જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં આવી રહી હતી ત્યારે સંગીતા બિજલાનીએ મને પહેલા જ કહી દીધું હતું કે તારી જે પ્રકારની હાઇટ છે તે જોતાં તને ફિલ્મોમાં ચાન્સ જ નહીં મળે. તેમ છતાં પૂજા નસીબદાર રહી. તેને લાંબી હાઇટ હોવા છતાં ફિલ્મો મળી. જોકે, આ ફિલ્મો તેને એવા જ એક્ટર્સ સાથે મળી જેમની હાઇટ પૂજાને સપોર્ટ કરતી હતી એટલે કે જે હીરોની હાઇટ પૂજા બત્રા કરતાં લાંબી હતી.

ઓછી હાઇટ ધરાવતા બહુ ઓછા હીરો પૂજા બત્રા સાથે સેટ થયા અને જો પૂજા બત્રાએ ઓછી હાઇટવાળા હીરો સાથે કામ કર્યું પણ હોય, તો પોતાના ડાયલોગ્સ કે સીન આપતી વખતે જો તે હીરો સાથે ઊભી હોય તો તેણે પોતાના પગ પહોળા કરીને ઊભા રહેવું પડતું હતું જેથી તેની હાઇટ હીરોની હાઇટ કરતાં વધુ લાંબી ન દેખાય.પૂજા બત્રાએ પોતાની કરિયરમાં સંજય દત્ત સાથે કામ કર્યું છે, સલમાન ખાન સાથે કામ કર્યું છે

અને ગોવિંદા સાથે પણ કામ કર્યું છે. આ બધા એક્ટર્સમાંથી જો કોઈનો સપોર્ટ પૂજા બત્રાને મળ્યો હોય તો તેનું કહેવું છે કે માત્ર સલમાને જ મને સપોર્ટ કર્યો. તેમને મારી હાઇટથી કોઈ ફરક નહોતો પડતો. તે તો મને કહેતા હતા કે તું ભલે હીલ્સ પહેર કે ફ્લેટ્સ પહેર, કોઈ ટેન્શન નથી, તું સ્ક્રીન પર મારા કરતાં લાંબી દેખાઈશ તો પણ ચાલશે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ એક્ટ્રેસે એવો ખુલાસો કર્યો હોય કે સલમાને તેમની લાંબી હાઇટને સપોર્ટ કર્યો હોય. આ પહેલાં સુષ્મિતા સેન પણ કહી ચૂકી છે કે બીવી નંબર વન ફિલ્મ દરમિયાન સલમાન ખાન તરફથી તેને ઘણો સપોર્ટ મળ્યો હતો અને સલમાન ખાનને તેની સાથે કોઈ પણ સીન આપવામાં કોઈ વાંધો નહોતો, પછી ભલે સુષ્મિતા ઘણા સીન્સમાં સલમાન કરતાં લાંબી જ કેમ ન દેખાતી હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *