આજકાલ દેશમાં ગુંડારાજ કેટલું વધી ગયું છે એ તો સૌ કોઈ જાણે છે. દેશના દરેક દરેક શહેરમાં નાના મોટા ગુંડાઓનો ત્રાસ રહેતો જોવા મળી રહ્યો છે. તેમાં પણ અમુક શહેરોમાં તો ગુંડાઓની ધાક એટલી વધુ જોવા મળી રહી છે કે તેમનાથી માત્ર શહેરના લોકો જ નહિ પરંતુ નેતાઓ પણ ડરી રહ્યા છે. આવા જ એક શહેરમાં પોરબંદરનો પણ સમાવેશ થાય છે.સામાન્ય રીતે પોરબંદરને ગાંધીની જન્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ગાંધીની આ જન્મભૂમિ પર પાછલા કેટલાય સમયથી ગુંડાઓ નો ત્રાસ વધ્યો હતો.આ ગુંડાઓ થી પોલીસ અને લોકો તો શું પરંતુ નેતાઓ પણ ડરી રહ્યા હતા.
પરંતુ ફિલ્મોમાં કહેવાય છે તેમ દરેક ગુંડા માટે એક હીરો તો હોય જ ને. પોરબંદરમાં પણ આવા જ એક હીરોએ આ ગુંડાની ગેંગને પકડી તેને પોતાની હેસિયત બતાવી દીધી છે. વિગતે વાત કરીએ તો પોરબંદરમાં પાછલા કેટલાય સમયથી રમેશ છેલાણા નામના ગુંડાની ગેંગનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. ગુનાઓ ખબર હોવા છતાં કોઈ તેના પર કાર્યવાહી કરી શકતું ન હતું. જો કે હાલમાં આ જ ગુંડાની ગેંગ ને પોરબંદરના પોલીસ એસપી જાડેજા એ પકડી પાડી છે.પોરબંદરના એસપી જાડેજાએ પોરબંદર નજીકના ઓડદર ગામની છેલાણા ગેંગના ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી તેમના બે દિવસના રિમાન્ડ માંગ્યા હતા.
મળતી માહિતી અનુસાર આડેદર ગામે રહેતા રમેશ છેલાણા અને તેના સાગરીતો સામે ગામમાં જ રહેતા બે પરિવારોને ધાકધમકી આપી તેની પાસેથી લાખો રૂપિયાની ખંડણી કરી તેમને ગામ મુકાવ્યું હોવાની વાતને લઈને ર૩ અને રપ નવેમ્બર ર૦ર૩ના રોજ ફરિયાદ નોંધાવામાં આવી હતી. જોકે ખંડણી કર્યા બાદ આરોપીઓ રાજસ્થાન ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ પોલીસ એસપી જાડેજા એ આરોપીઓને રાજસ્થાનમાંથી પકડી લઇ તેમના બે દિવસના રિમાન્ડ લીધા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા પકડવામાં આવેલા આરોપીઓમાં રમેશ છેલાણા ઉપરાંત કાના છેલાણા, રામા છેલાણા અને ભાવેશ છેલાણા નામના વ્યક્તિનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ સામે ધાકધમકી, મારામારી, પ્રોહીબીશન, ખૂનની કોશિશ,ખંડણી અને બે પરિવારોને ગામ મુકાવવા સહિત અઢળક ગુનાઓ માટે ફરિયાદ નોંધી હતી. જે LCBએ પણ આ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા રેંજ આઈજી સમક્ષ દરખાસ્ત કરી હતી. હાલમાં દરખાસ્ત મંજુર થતા રમેશ છેલાણા ઉપરાંત તેની ગેંગના અન્ય ૯ સાગરીતો સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે.