કોઈ સામાન્ય પરિવાર હોય કે કોઈ કલાકારનો પરિવાર જ્યા ચારલોકો સાથે રહેતા હોય ત્યાં વિવાદ થાય જ અને ગમે તેટલા પ્રયત્નો કરો પરંતુ આ વિવાદ ક્યારેકને ક્યારેક તો દુનિયા સામે આવે જ. આ તેમજ આવા બીજા અનેક વાક્યો તમે હિન્દી સિરિયલોના ડાયલોગમાં સાંભળ્યા હશે. કદાચ તમારા ઘરમાં પણ કોઈને બોલતા સાંભળ્યા હશે પરંતુ હાલમાં એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનનો એક વિડીયો સામે આવ્યો છે જેણે આ વાતને હકીકત બનાવી છે.
પાછલા કેટલા દિવસ સુધી એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના સંબંધોમાં પડેલી તિરાડ વિશે તેમના વિવાદ વિશે તો તમે જાણતા જ હશો. પાછલા કેટલાય દિવસોથી એશ્વર્યા રાય બચ્ચન જલસા બંગલો માથી નીકળી પોતાના પિયરમાં માતા સાથે રહેતી હોવાની ખબર સામે આવી રહી છે. જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન સાથેના સંબંધો બગડવાને કારણે એશ્વર્યા પોતાના પિયર ગઈ હોવાનું કહેવાય રહ્યું છે. જો કે હજુ લોકો આ વાત પર વિશ્વાસ કરે તે પહેલા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ આ વાત પર સત્ય ની મોહર લગાવી દીધી છે.
હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એશ્વર્યા બચ્ચન અમિતાભ બચ્ચનને ઇગ્નોર કરતી જોવા મળી રહી છે. ખબર અનુસાર આ વીડિયો મુંબઈની અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ફંકશનનો છે. હાલમાં જ આરાધ્યા બચ્ચનની સ્કૂલમાં ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેણે પણ ભાગ લીધો હતો. જાણકારી અનુસાર દીકરીના ફંકશનમાં બચ્ચન પરિવારના સભ્યો તેમજ ઐશ્વર્યા રાય અને તેમની માતા વૃંદા બચ્ચન હાજર રહ્યા હતા.
આ ફંકશન માં કરીના કપૂર, શાહરૂખ ખાન તેમજ અન્ય બોલીવુડ કલાકારો પણ હાજર રહ્યા હતા. આ ફંકશનમાં વિદ્યાર્થીઓને પરફોર્મન્સ બાદ શાહરુખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમ નું ગીત વગાડવામાં આવ્યું હતું જેમાં તમામ કલાકારોએ પોતાના બાળકો સાથે ડાન્સ પણ કર્યો હતો. જોકે મહત્વની વાત એ છે કે ફંકશનમાં બચ્ચન પરિવાર હાજર હોવા છતાં એશ્વર્યા રાય બચ્ચન શાહરુખ ખાનના પરિવાર સાથે ડાન્સ કરી રહી હતી. એટલું જ નહીં એશ્વર્યા રાય બચ્ચને અમિતાભ બચ્ચન સાથે વાત પણ કરી ન હતી.
હાલમાં એશ્વર્યા રાય બચ્ચનની આ જ હરકતનું એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે એશ્વર્યા રાય અને જયા બચ્ચનના સંબંધોમાં તિરાડ હોવાનું સામે આવ્યું છે. આ પહેલા પણ લગ્નના શરૂઆતના દિવસોથી જ એશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચનના સંબંધો ખરાબ હોવાનું ઘણીવાર કહેવામાં આવી ચૂક્યું છે