Cli
know this mother problems

જ્યારે દીકરાએ કીધું હવે તારે જ્યાં જવું હોય ત્યાં જા હવે અમારી કોઈ આશા ન રાખતી ત્યારે માતાનો હાલ…

Story

સામાન્ય રીતે સંતાનોને ઘડપણની લાકડી માનવામાં આવતા હોય છે. માબાપ ગમે તેવા હોય પરંતુ તેઓ ઈચ્છતા હોય છે કે તેમના બાળકો સારી રીતે ભણે આગળ વધે અને સારી નોકરી મેળવે.જેથી તેમનું જીવન સુખરૂપ ચાલે. માતાપિતા બાળકોના ઉછેર સમયે કોઈ વધુ આશા રાખતા નથી તેમની એક માત્ર આશા ઘડપણમાં બાળકોનો પ્રેમ મેળવવાની જ હોય છે ઘડપણમાં તેના સંતાનો તેને પ્રેમ અને હૂંફ આપે એ આશાએ જ મા બાળકોના ઉછેરમાં પોતાનુ જીવન ખપાવી દેતી હોય છે.

પરંતુ ઘડપણમાં જ્યારે આ જ દીકરા કે દીકરીઆ જ પરિવાર દ્વારા તરછોડવામાં આવે ત્યારે એક મા પાસે મૃત્યુ માંગવા સિવાય કોઈ ઈચ્છા બચતી નથી હાલમાં સૌરાષ્ટ્રમાથી આવો જ એક મૃત્યુ ની આશમાં જીવતી માતાનો કિસ્સો સામે આવ્યો છે. આ માતાનું નામ છે સરિતાબેન. હાલમાં ૭૦ વર્ષની ઉંમરે પહોંચેલા સરિતા બેન એક વિધવા છે. વર્ષ ૨૦૧૪ પહેલા તેમના પતિ અશોક ભાઈને કેન્સરની બીમારી થઇ હતી જે બાદ વર્ષ ૨૦૧૪માં તેમનુ મૃત્યુ થયું હતું.

તેમને બે દીકરીઓ છે.હાલમાં તેમાંની એક એટલે કે નાની દીકરીના કારણે જ તેમને ઈચ્છા મૃત્યુની માંગ કરવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે કહેવાતું હોય છે કે દીકરો માતાને તરછોડે પરંતુ દીકરી નહિ પરંતુ સરિતા બેનના જીવનમાં તો તેમની દીકરી જ તેમનો જીવ લેનાર બની છે વિગતે વાત કરીએ તો સરિતા બેનના પતિ અશોકભાઈ એ પોતાની મહેનત થી પોતાની બે અપરણિત બહેનો માટે તેમજ પરિવારના સભ્યો માટે સંપતિ ભેગી કરી હતી.

તેમને પોતાની એક બહેનને નામ એક પ્લોટ કર્યો હતો એટલું જ નહિ પિતાના મૃત્યુ બાદ તેમનું પેન્શન પણ બહેનને મળે તેની વ્યવસ્થા કરી હતી પરંતુ જે સમયે તેઓ બીમાર પડ્યા તે સમયે તેમને કોઈએ મદદ ન કરી એટલું જ નહિ સરિતા બેનના જણાવ્યા અનુસાર પતિના મૃત્યુના બીજા જ દિવસ બાદથી તેમના ભાઈઓના દીકરાઓએ તેમના પર સંપતિના કાગળો પર સહી કરવા દબાણ કર્યું.

જોકે તેમને જેઠના દીકરાની વાત ન માનતા તે દીકરાએ સરિતા બેનના નાના જમાઈ ને તેમના સાસુની સંપતિમાં ભાગ આપવાની લાલચે હેરાન સરિતા બેનને હેરાન કરાવવાનું શરૂ કર્યું.ક્યારેક કાડ લેવાના નામે તો ક્યારેક ખેતર માટે જમીન લેવાના નામે તેમના પર દબાણ કરવામાં આવ્યું જોકે કાગળ તો જેઠનાં દિકરાએ પહેલા જ પડાવી લીધા હતા પરંતુ તેમાં સહી બાકી હોવાને લીધે દીકરો અને જમાઈ સરિતા બેનને હેરાન કરતા હતા. જેમાં તેમની નાની દીકરી પણ પતિનો સાથ આપતી હતી.

એટલું જ નહિ આ એક માત્ર સંપતિ માટે જેઠના દીકરાએ સરિતા બેનને ઢોર માર પણ માર્યો છે. આ જ કારણ છે કે તેઓ હાલમાં ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે તેમને પોતાની સંપતિમાં થી કઈ નથી જોઈતું પરંતુ તેમના પતિની મહેનત ની કમાણી કોઈ ખરાબ વ્યક્તિના હાથમાં જાય તેવું તે નથી ઈચ્છતા બસ એટલે જ તેઓ આ લડાઇ લડી રહ્યા છે.હાલમાં તેમની મોટી દીકરી અને જમાઈ તેમનુ ધ્યાન રાખી રહ્યા છે.

પોતાના ખેતરમાં પોતાના માતાજીનું મંદિર બનાવવું એ જ સરિતાબેનની અંતિમ ઈચ્છા છે જોકે આ ઈચ્છા પૂરી કરવા તેમને અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ દીકરીના સસરાએ અનેકવાર તેમાં અડચણો ઊભી કરી હતી આ કિસ્સા પરથી કહી શકાય કે, હમેશા દીકરા ખરાબ નથી હોતા જો સંતાન સુખ નહિ હોય તો દીકરો હોય કે દીકરી કોઈપણ અંતિમ સમયે સાથ નહિ જ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *