તાજેતરમાં ટી ટ્વેન્ટી વલ્ડકપ 2022 ચાલી રહ્યો છે સેમી ફાઇનલ માં ઈંગ્લેન્ડ સામે ભારતની હાર થી ભારતીય ક્રિકેટજગતના ચાહકો ખુબ જ દુઃખી અને નિરાશ થયા હતા અને સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફેન્સે પોતાનો ગુસ્સો પણ ઠાલવ્યો હતો આ વચ્ચે તાજેતરમા સેમી ફાઇનલ માં જીત મેળવી ને પાકિસ્તાન ફાઈનલમાં પહોંચ્યું છે.
ઈંગ્લેન્ડ સામે આજે પાકિસ્તાન ની ટક્કર જોવા મળશે ફાઈનલ મેચ ને લઈ પાકિસ્તાની ક્રિકેટરો માં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાકિસ્તાન કોઈપણ ભોગે ફાઈનલ જીતવા માગે છે એ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમનુ એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેને ભારતીય ક્રિકેટ ખેલાડીઓનો પણ ઉલ્લેખ કર્યો છે.
બાબર આઝમે જણાવ્યું હતું કે ભારતમાં વિરાટ કોહલી અને ઇંગ્લેન્ડમાં જોશ બટલર આ બંને ખેલાડીઓ પાકિસ્તાન સામેની મેચમાં ખૂબ શાનદાર પ્રદર્શન કરે છે અને પાકિસ્તાન ખેલાડીઓને ટક્કર આપતા જોવા મળે છે જેના કારણે ઘણી વાર પાકિસ્તાનને હારનો સામનો પણ કરવો પડે છે.
જો આ બંને વિકેટ અમને આવતાની સાથે મળી જાય તો અમને સૌથી વધારે ખુશી મળેછે હું ભારતીય ટીમના ખેલાડી વિરાટ કોહલીને ખૂબ જ પસંદ કરું છું અને મને મોકો મળે તો એમની સાથે રમવા પણ માગું છું પરંતુ આજે પાકિસ્તાન માટે સૌથી મોટો દિવસ છે કે આજે અમે ઇંગ્લેન્ડ સામે ફાઇનલ મેચ રમી રહ્યા છીએ.
અમે આશા રાખીએ છીએ કે અમારા માટે ભારત દુઆ કરશે અને પાકિસ્તાન તાલીઓ પાડશે અમે આ મેચમાં જીત મેળવી શકીએ તે માટે જ મેદાન માં ઉતરીશુ બાબર આઝમે પોતાના નિવેદનમાં ભારત પ્રત્યે પ્રેમ જણાવ્યો હતો વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.