કહેવાય છે કે પૈસો ગમે તેટલો હોય પણ જો નિયમોમાં રહીને વાપરવામાં ન આવે તો એને ખૂટતા વાર નથી લાગતી હા પણ એ ખૂટી ગયેલી સંપતિ ને ફરી પાછી આવતા વર્ષો નીકળી જાય છે તમને થશે કે આ બધી વાતો તો દરેક પરિવારમાં થતી હોય છે આમાં નવું શું છે?તો તમારી વાત સાચી છે.
પરંતુ આ વાત માત્ર પરિવારને જ નહિ દેશના અર્થતંત્રને પણ લાગુ પડે છે જો અર્થતંત્રને પણ ધ્યાનથી ચલાવવામાં ન આવે આર્થિક નીતિઓ નું પાલન કરવામાં ન આવે તો દેશની તેમજ ત્યાં રહેનાર લોકોની હાલત કથળી શકે છે.
હાલમાં ભારતના દુશ્મન દેશ પાકિસ્તાન નું પણ કંઇક આવું જ છે.જો તમે ઇતિહાસ જાણતા હશો તો તમને ખબર હશે કે આઝાદી સમયે પાકિસ્તાન સૌથી સમૃદ્ધ દેશ હતો અનાજ બાબતે પણ ત્યાં કોઈ મુશ્કેલી ન હતી.
પરંતુ હાલમાં આ જ પાકિસ્તાનમાં ઘઉં થી માંડીને ગેસ સિલિન્ડર સુધીની તમામ વસ્તુઓ મોંઘી બની છે ત્યારે એ સવાલ જરૂર થાય કે અચાનક જ આ પરિસ્થતિ કેમ તો તમને જણાવી દઇએ કે વર્ષ ૧૯૭૭માં પાકિસ્તાની સેનાના જનરલ જિયા ઉલ હકે સેના બળવો કર્યો અને સત્તા પોતાના હાથમાં લીધી હતી.
જે બાદ સેના પાછળ અધધ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો જેને પરિણામે પાકિસ્તાને અન્ય દેશ પાસેથી લોન લેવાની નોબત આવી.એટલું જ નહિ એક દેશને લોન ચૂકવવા બીજા દેશ પાસેથી લોન લેવી પડી જેને કારણે દિવસે દિવસે પાકિસ્તાનની આર્થિક સ્થતિ કથળતી ગઈ.
સેન્ટ્રલ બેંક ઓફ પાકિસ્તાનના જણાવ્યા અનુસાર હાલમાં દેશ પર ૪૫ ટ્રિલિયન નું દેવું છે જેમાંથી ૪૮ ટકા દેવું ઇમરાન ખાનની સત્તાના સમયમાં થયું છે જાણકારી અનુસાર સંયુક્ત આરબ અમિરાત એ પાકિસ્તાનને ૧ અબજ ડોલર તાત્કાલિક ધોરણે પરત કરવાની વાત કરી છે.
સાથે જ સાઉદી અરબે પણ પૈસા પરત માંગી લીધા હતા.જે સમયે ચીને પાકિસતનની મદદ કરી હતી પરંતુ હાલમાં ચીન પણ પોતાના પૈસા પરત મેળવવા બહાના શોધી રહી છે.હાલમાં પાકિસ્તાન પાસે માત્ર ૪.૪ અબજ ડોલર છે.હાલમાં પાકિસ્તાનમાં ઊર્જાની કટોકટી પણ જોવા મળી રહી છે વર્ષ ૨૦૨૪ સુધી પાકિસ્તાનની સ્થતિ વધુ કફોડી થાય તો નવાઇ નહિ.