હાલમાં આપણે જોઈએ છીએ કે એશ્વર્યા રાય કરીના કપૂર વિદ્યા બાલન જેવી અભિનેત્રીઓ લગ્ન બાદ પણ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળે છે પરતું એક અભિનેત્રી છે જેને એવું કહ્યું છે કે બોલીવુડમાં માત્ર કુંવારી અભિનેત્રીઓને જ કામ મળે છે જો તમે કોઈ સાથે સંબંધમાં છો અથવા તો જો તમે લગ્ન કરેલા છો તો તમને બોલીવુડમાં કામ મળવાનું બંધ થઈ જાય છે.
તમને જણાવી દઇએ કે આ નિવેદન પરદેશ ફિલ્મની માસૂમ કોમળ લાગતી અભિનેત્રી મહિમા ચૌધરીએ આપ્યું છે જેને પોતાના કરિયરની શરૂઆત શાહરૂખખાન સાથે પરદેશ ફિલ્મમાં કામ કરીને કરી હતી તેમનું કહેવું છે કે જો બોલીવુડમાં કોઈને જાણ થાય કે તમે કોઈને ચાહો છો તો તમને કામ મળવાનું ઓછું થઈ જાય.
જો તમે પરણેલા છો એ વાત કોઈને જાણ થાય તો તમને ફિલ્મમાં હીરો કે હિરોઇનોના રોલમાં કામ મળે જ નહિ આવું માત્ર અભિનેત્રીઓ સાથે જ બહુ થાય છે મહિમાએ ગોવિંદા અને આમિર ખાન જેવા અભિનેતાઓ ઉલ્લેખ કરતાં ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે કરિયરની શરૂઆતમા આ અભિનેતાઓએ પણ પોતાના લગ્નની વાત અને પોતાની પત્ની વિશે છુપાવીને રાખ્યું હતું.
જો કે તે લોકો બોલીવુડમાં આવતા પહેલા જ પરણેલા હતા અભિનેત્રીએ વધુ વાત કરતા જણાવ્યું કે આજે બોલીવુડમાં મહિલાઓની પરિસ્થિતિ સારી છે તેઓને પોતાની આવડતના આધાર પર કામ મળે છે ભલે પછી પરણેલા હોય કે અપરણિત આજકાલ મહિલાઓને પૈસા પણ બરાબર આપવામાં આવે છે.