હાલમાં ભારત દેશના ઠેર ઠેર ધાર્મિક બબાલો જોવા મળી રહી છે. ખાસ કરીને હિન્દુ મુસ્લિમ ધર્મ વારંવાર વિવાદ થતો જોવા મળી રહ્યો છે એ તો તમે જાણતા જ હશો.આજકાલ લોકો નાની નાની વાતોમાં એકબીજાના ધર્મ પર પ્રહાર કરી રહ્યા છે એ પણ તમે જોયું જ હશે. પરંતુ કહેવાય છે ને કે દુનિયામાં નફરત ફેલાવનાર લોકો છે તો પ્રેમ અને એકતા ફેલાવનાર લોકો પણ રહે છે.આવી જ ધાર્મિક એકતાનું ઉદાહરણ હાલમાં ગુજરાતના મહેસાણા ગામમાં સામે આવ્યું છે. જેને હાલમાં સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
હાલમાં જ્યા લોકો હિન્દુ મુસ્લિમ ધર્મ અંગે વિવાદ લઈ મારામારી કરતા જોવા મળતા હોય છે એવામાં મહેસાણામાં ભટાસણ ગામમાં એક મુસ્લિમ પરિવારે પાડોશમાં રહેતી હિન્દુ યુવતીને ત્યાં લગ્નનું મામેરું ભરી એકતા અને માણસાઈનું ઉદાહરણ પૂરું પાડ્યું છે મળતી માહિતી અનુસાર મહેસાણાના ભટાસણ ગામમાં રહેતા સૈયદ પરિવાર અને ચૌધરી પરિવાર વચ્ચે છેલ્લા 10 વર્ષથી ધંધાકીય સંબંધો હતા આગળ જતા સંબંધો પારિવારિક સંબંધોમાં પરિણમ્યા આ સંબંધો એટલા ગાઢ બન્યા કે હાલમાં જ ચૌધરી પરિવારની દીકરીના લગ્નમાં સૈયદ પરિવારના સાઈદભાઈએ ચૌધરી પરિવારની દીકરીનું મામેરુ ભરી મામા તરીકેની ફરજ બજાવી હતી.
જાણકારી અનુસાર આ પરિવારે મામેરામાં ૫ લાખ રોકડા તેમજ ૫૦ હજારના દાગીના આપ્યા હતા આમ તેમને ૧૯ લાખનું મામેરું ભર્યું હતું. ત્યાં હાજર લોકો પણ આ મામેરું અને માણસાઈ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ વાત પરથી કહી શકાય કે પ્રેમ, દયા, કરુણા, એકતા જેવા ગુણો આજે પણ દુનિયામાં છે જ બસ તમને તે નિભાવતા આવડવા જોઈએ.