સુરત શહેરમાં બનેલ ડાયમંડ બુર્સ અંગે તો તમે જાણતા જ હશો.સુરતના ખજોદ ખાતે સુરત ડાયમંડ બુર્સનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે.મુંબઈ અને સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હીરા વેપારીઓ અહીંથી જ સીધા ડાયમંડ ટ્રેડિંગ કરી શકે તે માટે હીરા બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે એ પણ તમે જાણતા જ હશો .તમે એ પણ જાણતા હશો કે હાલમાં ઉદ્ઘાટન પહેલા જ આ ડાયમંડ બુર્સ વિવાદોમાં સપડાયુ છે. પૈસા ચૂકવવા મામલે હાલમાં ડાયમંડ બુર્સ ચર્ચામાં ચાલી રહ્યું છે.
જોકે અમે આ વિભાગ અંગે નહીં પરંતુ આ ડાયમંડ બુર્સ બનાવનાર કંપની અને તેના માલિક અંગે વાત કરવાના છીએ. એ તો તમે જાણતા જ હશો કે પ્રહલાદભાઈ પટેલ નામના વ્યક્તિની કંપની પી એસ પી એ આ ડાયમંડ બુર્સનું બાંધકામ કર્યું છે. તમે એ પણ જાણતા હશો કે આ બાંધકામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે પીએસપી કંપનીના માલિક પ્રહલાદભાઈ કયાંના વતની છે? તેમજ તેમને આટલી સફળતા કેવી રીતે મેળવી ?
સૌથી પહેલા વાત કરીએ પ્રહલાદભાઈના વતન વિશે તો તો ઉત્તર ગુજરાતના ચાણસ્મા પાસે આવેલા રૂપપુર ગામના વતની છે. તેમને ૪ ધોરણ સુધી પોતાના ગામમાં અભ્યાસ કર્યા બાદ બાલાછડીની સૈનિક શાળામાં એડમિશન લીધું હતું ત્યાં તમને ૫ થી ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. જે બાદ આગળના અભ્યાસ માટે તેઓ મોરબી ગયા હતા જ તેમને મોરબીની એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મેળવ્યું હતું.
જાણકારી અનુસાર તેમને ૧૭ ડિસેમ્બર ૧૯૮૫ના રોજ તેમને પોતાના કરિયરની શરૂઆત કરી હતી આ દરમિયાન તેમને એક કંપનીમાં નોકરી મેળવી હતી જેમાં તેમને પગાર રૂપે માત્ર 500 રૂપિયા મળતા હતા પરંતુ કહેવાય છે ને કે માણસ પોતાની મહેનત અને આવડત થી ૫૦૦ના ૫ હજારરૂપિયા કે ૫ લાખ રૂપિયા પણ બનાવી શકે છે. પ્રહલાદભાઈ સાથે પણ આવું જ કંઈક થયું. આ નોકરીમાં તેમને પોતાની આવડત અને મહેનતથી ખૂબ જ ઓળખાણ ઊભી કરી.
જે બાદ વર્ષ 2006 માં તેમને પોતાની કંપની પી એસ પી ની શરૂઆત કરી. પ્રહલાદભાઈના જણાવ્યા અનુસાર કંપનીની શરૂઆત દરમિયાન તેમની પાસે માત્ર બે લાખ રૂપિયા હતા પરંતુ તેમને ઉભી કરેલી ઓળખાણો દ્વારા તમને પહેલો જ પ્રોજેક્ટ ઇન્સ્ટા ફાર્મા કંપનીનો મળ્યો હતો જેના તેમને ૧૪ લાખ રૂપિયા મળ્યા હતા. જે બાદ તેમને ક્યારેય પાછું જોવું પડ્યું નથી. આ એક પ્રોજેક્ટ બાદ પ્રહલાદભાઈની કંપની દ્વારા કેડીલા ફાર્મા કંપની, ગુજરાત વિધાનસભા જેવા મોટા પ્રોજેક્ટ પાર પાડવામાં આવ્યા હતા.