ભારત અને તેમાં પણ ગુજરાતમાં રાજનીતિક,ધાર્મિક,રમત ગમત દરેક ક્ષેત્ર એકબીજા સાથે જોડાયેલા છે એ તો તમે જાણો જ છો.
ગુજરાતમાં વાત રાજનીતિક મુદ્દાની હોય,ચુંટણી ની હોય કે રમત ગમતમાં હાર જીતની દરેક મુદ્દા પર ભારતના મઠાધીશો,સન્યાસીઓ ના મત જાણવામાં આવતા હોય છે.
એમાં પણ જો સન્યાસી લોકપ્રિય હોય તો તો એનો મત જાણવો ખૂબ જરૂરી થઈ જતો હોય છે.હાલમાં આવું જ કઈ બાબા બાગેશ્વર ના કિસ્સામાં પણ જોવા મળી રહ્યું છે.બાબા બાગેશ્વરના નામે જાણીતા બનેલ ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં એક પ્રખ્યાત ધાર્મિક યાત્રાધામ બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર છે.
તેઓ લોકોના પત્ર એટલે કે અરજી વાંચીને જ તેમની સમસ્યાનું સમાધાન કરે છે. હાલમાં તેમની લોકપ્રિયતા એટલી વધી છે કે મીડિયા પણ આવનારી ચુંટણી અંગે તેમને સવાલ કરતી જોવા મળી રહી છે.
હાલમાં જ બાબા બાગેશ્વરનું એક ઇન્ટરવ્યૂ સામે આવ્યું છે જેમાં તેમને આવનારી ચુંટણી તેમજ આવનારી ભારત પાકિસ્તાન મેચ અંગે સવાલ કરવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ઇન્ટરવ્યૂમાં તમે સાંભળી શકો છો કે ધીરેન્દ્ર શાસ્ત્રી કેટલી ચપળતાથી જવાબ આપી રહ્યા છે.
ચૂંટણીમાં આપ,ભાજપ માથી કઈ પાર્ટી નો વિજય થશે તેના જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું આ જાણવા તમારે બાલાજી સામે અરજી કરવી પડશે.
સાથે જ યોગી આદિત્યનાથ અને હેમંત બિસ્વા અંગે સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યું હું હેમંતજી ને મળ્યો છું.તેઓ બાલાજીને માને છે,તેમના વિચાર મને ગમ્યા.બાકી હું અન્ય સનાતની ને મળ્યો નથી.
ત્યાર બાદ મેચ અંગે સવાલ કરવામાં આવતા પણ બાબા બાગેશ્વરે ચપળતાથી નામ લીધા વિના કહ્યું હિન્દુસ્તાન રઘુવીરની ભૂમિ છે બાબરની નહિ.