Cli
who is naksham chaudhari rajasthan new cm

રાજસ્થાનમાં કોંગ્રેસના મંત્રીને હરાવનાર આ 30 વર્ષની છોકરી કોણ છે…

Breaking

તમે ઘણી છોકરીઓ માટે બ્યૂટી વિથ બ્રેન શબ્દ સાંભળ્યો હશે. ક્યારેક જાણતી અજાણ તે તમે આ શબ્દનો ઉપયોગ પણ કર્યો હશે પરંતુ શું તમે જાણો છો? હાલમાં જ આ શબ્દનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. હાલમાં ભારતના રાજકારણમાં એક 30 વર્ષીય મહિલાની એન્ટ્રી થઈ છે જે બ્યુટી વિથ બ્રેન શબ્દ માટે એક જીવતું જાગતું ઉદાહરણ કહી શકાય છે તમને થશે કે આ મહિલાએ એવું તો શું કર્યું કે તેના આટલા વખાણ થઈ રહ્યા છે. તો તમને જણાવી દઈએ કે 30 વર્ષીય આ મહિલાએ ન માત્ર રાજકારણમાં અચાનક જ એન્ટ્રી કરી છે પરંતુ એન્ટ્રી કરતા ની સાથે જ રાજસ્થાનમાં ગેહલોત સરકારના એક મંત્રીને હરાવીને જીત પણ મેળવી લીધી છે.

હાલમાં જ રાજસ્થાનમાં ચૂંટણી યોજાઈ હતી તે અંગે તો તમે જાણતા જ હશો આ ચૂંટણીમાં 115 સીટો સાથે ભાજપ સરકારનું બહુમતીથી વિજય થયો છે. આ વિજય બાદ રાજસ્થાનની ચૂંટણીની ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે જ આ વખતે આ ચૂંટણીની ચર્ચા એક કિસ વર્ષીય મહિલાને કારણે પણ થઈ રહી છે જે પોતાનો લાખો રૂપિયાનો પગાર છોડી રાજકારણમાં આવી છે અને આવતાની સાથે જ તેને બહુ મોટી જીત હાસલ કરી છે.

આ મહિલાનું નામ છે નક્ષમ ચૌધરી. નક્ષમ ચૌધરી એ હાલમાં જ મેવાડની સીટ પર ચૂંટણી લડી હતી અને તેમાં તેને જીત હાસલ કરી છે. અજીતથી તેને ગેલોત સરકારના એક મંત્રીને હરાવ્યો છે હાલમાં આ મહિલા નક્ષમ ચૌધરીની ખૂબ જ ચર્ચા થઈ રહી છે ત્યારે વાત કરીએ કોણ છે આ નક્ષમ ચૌધરી અને તે ક્યાંની રહેવાસી છે તેમજ તેને કેટલો અભ્યાસ કર્યો છે. વાત કરીએ નકશમ ચૌધરીના પરિવાર અને તેને રહેઠાણ અંગે તો નક્ષમ મૂળ હરિયાણાની રહેવાસી છે. તે દિલ્હી યુનિવર્સિટી તેમજ લંડનમાં અભ્યાસ કરી ચૂકી છે.

આ સાથે જ તેને સિંગાપોર માં ફેશન ઇન્ડસ્ટ્રીમાં નોકરી પણ મળી હતી. આ નોકરીમાં લાખો રૂપિયાનો પગાર પણ મળતો હતો.હવે પ્રશ્ન એ થાય કે, આટલી સુખ સાહીબી હોવા છતાં નક્ષમ ચૌધરી રાજકારણમાં શા માટે આવી ? તો જણાવી દઈએ નક્ષમ નાનપણથી રાજકારણમાં રસ ધરાવતી હતી. જેથી તેને આ નોકરી છોડી રાજકારણમાં પ્રવેશ કર્યો વાત કરીએ નક્ષમના પરિવાર વિશે તો તેના પરિવારમાં દરેક સભ્ય સરકારી પદ પર છે. તેના મામા, કાકા તમામ લોકો આઇએએસ ઓફિસર છે. મહત્વની વાત તો એ છે કે તે ગજબની સુંદરતા પણ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *