Cli
moonmissionbenifit

ચંદ્ર યાન -૩ મિશનથી સામાન્ય માણસને શું લાભ થશે?

Uncategorized

ચંદ્રયાન -૩ ની સફળતા બાદથી તમે પ્રજ્ઞાન રોવર,વિક્રમ લેન્ડર વગેરે વિશે તો સાંભળ્યું જ હશે સાથે જ તમે એ પણ જાણતા હશો કે પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર પહોંચ્યા બાદ ત્યાં કેવી રીતે કામ કરશે,તે ચંદ્રના એક ટુકડાને તોડી તેમાંથી નીકળતા ગેસનો અભ્યાસ કરશે,સાથે જ ચંદ્રની સપાટી પર ખનીજો,પાણી,રસાયણો વગેરે વિશે માહિતી એકઠી કરી વિક્રમ લેન્ડરને સિગ્નલ આપશે.

જે બાદ વિક્રમ આ માહિતી ઈસરો સુધી પહોચાડશે.પાછલા કેટલાક દિવસોથી મળી રહેલી આ માહિતીઓ બાદ હાલમાં ચંદ્રયાન મિશનને લઈને એક મહત્વની ખબર સામે આવી રહી છે.ખબર અનુસાર એકદમ શાંત લાગતા ચંદ્રની સપાટી પર પણ પકડી ન શકાય તેટલી ધીમી ગતિથી અવાજ આવી રહ્યો છે.

ઈસરો દ્વારા પ્રજ્ઞાન રોવરમાં સીસમોગ્રાફ એટલે કે આ અવાજ અંગે જાણકારી મેળવવાનું મશીન લગાવવામાં આવ્યું છે.રોવર ખૂબ જ ધીમે ધીમે આગળ વધી આ અવાજની દિશા તેમજ ચોક્કસ જગ્યા જાણવા પ્રયત્ન કરી રહ્યું છે.

જો પ્રજ્ઞાન પોતાના કામમાં સફળ રહ્યું તો ભારત માટે આ આગવી સફળતા ગણવામાં આવશે.સાથે જ વાત કરીએ આ મિશનથી સાધારણ માણસને શું ફાયદા થશે તે અંગે તો આ મિશનમાં વપરાયેલા મશીન બાદમાં મૌસમ વિભાગની જાણકારી મેળવવા,સંચાર ક્ષેત્રમાં ઉપયોગમાં લેવામાં આવશે જેથી સામાન્ય વ્યક્તિને અનેક ફાયદા થશે.સાથે જ આવનાર ભવિષ્યમાં વૈજ્ઞાનિકોને આગળના રિસર્ચમાં પણ સરળતા રહશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *