છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ સિંગિંગ રિયાલિટી શો સુપરસ્ટાર સિંગર 2 ના સ્પર્ધક મોહમ્મદ ફૈઝે આ શોને જીત્યો અને ટ્રોફી જીતીને પોતાના નામે કરી છે વાત કરીએતો શો છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહ્યો હતો અને આખરે ત્રણ મહિના પછી શોનો વિજેતા મળી ગયો છે અને તે મોહમ્મ્દ ફૈઝે જીત્યો છે.
વાત કરીએ મોહમ્મ્દની તો તેઓ જોધપુરના રહેવાશી છે તેની ઉંમર 14 વર્ષ છે અને આ શો જીતવાની સાથે તેને ટ્રોફી અને 15 લાખ રૂપિયા ઇનામ તરીકે મળ્યું છે તમને જણાવી દઈએ ટોપ 6 ફાઇનલિસ્ટમાં સામેલ થયા હતા એમની આગળ નીકળીને ફૈઝે શો જીતી લીધો છે ફૈઝ આ શોમાં કેપ્ટન અરુણિતા કાંજીલાલની ટીમમાંથી હતો.
જીત બાદ ફૈઝે કહ્યુંકે તે જીતેલી રકમ તેના માતા પિતાને આપશે ફૈઝે જણાવતા કહ્યું આખી સિઝન દરમિયાન ક્યારેય દબાણનો સામનો કર્યો નથી કારણ કે અન્ય લોકો સાથે સ્પર્ધા કરવાને બદલે પોતાની સાથે સ્પર્ધા કરે છે શોના જજ હિમેશ રેશમિયા અને અલ્કા યાજ્ઞિક હતા શોને સારી ટીઆરપી પણ સારી રહી છે.
ફૈઝે વાત કરતા જણાવ્યું કે તેઓ આગળ વધીને હું મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું અને સિંગિંગમાં પણ સારું બનવા માંગુછું સિંગર લાઈનમાં દર્શકો સાથે જોડાયેલ રહેવા માંગુ છું વાત કરીએ સુપરસ્ટાર સિંગર 2 ની શોને ખુબ પસંદ કરવામાં આવ્યો છે અને આ શોની બીજી સીઝન છે.