બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું કપલ પ્રોડ્યુસર અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરા આજકાલ લાઈમલાઈટમાં રહે છે અરબાઝ ખાન અને મલાઈકા એ સાલ 1998 માં નિકાહ કર્યા હતા અને એક દિકરાને જન્મ આપીને મલાઈકા અરોરાએ અરબાઝ ખાન થી સાલ 2016 માં તલાક લીધા હતા.
18 વર્ષના લગ્નજીવન ને તોડી બંને અલગ થયા હતા બોલીવુડ ની સુપર ડાન્સર મલાઈકા અરોરા છુટાછેડા બાદ અર્જુન કપૂર સાથે લવ ઇન રિલેશનશિપમાં આવી હતી તો અરબાઝ ખાન ઈટાલીયન મોડેલ જોર્જીયા એટ્રીયન ના પ્રેમમા પડ્યા હતા બંને એ એકબીજા ની જીદંગી માં પોતાની પસંદ નક્કી કરી લીધી હતી અને પોતાના દિકરાને મળવા.
જે વિદેશમાં અભ્યાસ કરે છે તેને મળવા અવારનવાર બંને સાથે જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં મલાઈકા અરોરા અને અરબાઝ ખાન એક ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા મલાઈકા અરોરા નવા વર્ષની શરૂઆત માં જ સાથે જોવા મળતા લોકો ચોંકી ગયા હતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ના સંબંધો સુધરી રહ્યા હોય એવું દેખાતું હતું.
બંને એકબીજા સાથે હસીને વાત કરતા જોવા મળ્યા હતા આ પહેલા પણ મલાઈકા અરોરા ના કાર અકસ્માતમાં મરાઈકા ઘાયલ થતાં મલાઈકા ની પહેલી ખબર લેનાર અરબાઝ ખાન જ હતા મલાઈકા એ પોતાના ડીઝની હોટસ્ટાર પર ચાલતા મુવીગં વિથ મલાઈકા રીયાલીટી શો માં પણ એ ખુલાસો કર્યો હતો કે મારી આંખો ખુલી સૌ પહેલાં મારી સામે અરબાઝ હતા.