નમસ્કાર મિત્રો જગતના નાનાથ અને રાજાધિરાજ એવા આપણા દ્વારકાધીશના પરચાના કિસ્સાઓ તો અપરંપાર છે મિત્રો ત્યારે આજે હું તમને દ્વારકાધીશ અને તેના ભક્તની એક એવી અનોખી કહાની સંભળાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમે તમારા આંસુઓને રોકી નહીં શકો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી આ ચેનલ ગુજરાતી વોઇસ પર મિત્રો આજે હું તમને જે કહાની સંભળાવવા જઈ રહ્યો છું તે આપણી ચેનલ પર અગાઉ 2 લાખ કરતાં પણ વધારે લોકોએ નિહાળેલી છે અને લોકોની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી નીકળી છે પરંતુ આપ સૌનો એ અખૂટ પ્રેમ તમારી લાગણીઓ અને ખાસ કરીને આપણા જે નવા દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે તેમના માટે અમારી ચેનલ પર અમે આ કહાની ફરીવાર એક બિલકુલ નવા અંદાજમાં અને સીધી હૃદયને સ્પર્શી જાય તેવી રીતે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું જે લોકોએ પહેલા પણ જો આ કહાની સાંભળેલી હોય તો મારી વિનંતી છે કે દ્વારકાધીશનું નામ લઈને ફરીવાર આ કહાનીને જરૂરથી સાંભળજો હું ખાતરી આપું છું કે આ કહાની પૂરી થતા તમારી આંખો ભીની થયા વિના નહીં રહે અને તમારા રોમ રોમમાં દ્વારકાધીશનો જય જયકાર પણ ગુંજી ઉઠશે તો આવો મિત્રો શરૂ કરીએ આજની આ અદભુત ઘટનાની તો આ કહાનીની શરૂઆત કઈક આવી રીતે થાય છે મિત્રો કાઠિયાવાડના અંતર્યાળ વિસ્તારમાં આવેલા એક નાનકડા ગામમાં એ દિવસે અમાસની રાત હતી. આખું ગામ ગાઢ નિન્દ્રામાં પોઢી ગયું હતું. શેરીઓમાં કુતરાના રડવાના અવાજ અને દૂર ખેતરોમાંથી આવતા તમરાના અવાજ સિવાય બીજું કશું સંભળાતું ન હતું. પણ ગામના છેવાડે આવેલા એક નળિયાવાળા કાચા મકાનમાં હજુ પણ એક પીળો જાખો પ્રકાશ ટમટમી રહ્યો હતો રાતના બે વાગ્યા હતા છતા એ ઓરડામાં એક તારો અવાજ ગુંજી રહ્યો હતો
આ અવાજ હતો 70 વર્ષના વૃદ્ધ માધવજી દરજીના જૂના સિલાઈ મશીનનો માધવજીની આંખો પર જાડા કાચના ચશ્મા હતા જેની દાંડી તૂટી ગઈ હોવાથી દોરો વીંટાળેલો હતો હતો તેલના દીવાના ઝાંખા અઢવાળે તેઓ એક ફાટેલા શર્ટને સીવી રહ્યા હતા તેમની કમર જાણે વળીને કમાન થઈ ગઈ હતી ગર્દનમાં સખત દુખાવો હતો આંગળીઓમાં સોય વાગવાના નિશાન હતા પણ એમનું કામ અટકતું ન હતું કેમ કે મિત્રો આ કામ જ તેમના ઘરના રોટલો હતો અને આ કામ જ તેમના જીવનના એકમાત્ર આધાર તેમના આઠ વર્ષના પૌત્ર કિશનનું ભવિષ્ય હતું ઓરડાના એક ખૂણામાં ખાટલા પર આઠ વર્ષનો કિશન સૂતો હતો માધવજી વચ્ચે વચ્ચે સંચો રોકીને કિશનના માસૂમ ચહેરા સામે જોઈ લેતા એ ચહેરો જોતા જ તેમનો બધો અથાક જાણે ઉતરી જતો દીકરો અને વહુ એક અકસ્માતમાં ભગવાનને પ્યારા થઈ ગયા હતા માધવજી અને તેમના વૃદ્ધ પત્ની જમનાબા માટે કિશન જ જીવવાનું એકમાત્ર કારણ હતો અચાનક એ અમાસની શાંતિ ડોહળાઈ ગઈ ખાટલામાંથી કિશનના જોર જોરથી ઉધરસ ખાવાનો અવાજ આવ્યો દાદા પાણી કિશનનો અવાજ રૂધાયેલો હતો માધવજી સંચો છોડીને તરત જ ઊભા થયા હા બેટા લાવ્યો હો તેઓ લોટો ભરીને પાણી લાવ્યા અને કિશનને બેઠો કરવા ગયા જેવું તેમણે કિશનનું માથું ઊંચું કર્યું તેમના ધ્રુજતા હાથ પળવાર માટે થંબી ગયા દીવાના અંજવાળે તેમણે જોયું તેનાથી તેમના હૃદયના ધબકારા જાણે ચૂકાઈ ગયા કિશનના નાકમાંથી દળ દળ લોહી વહી રહ્યું હતું માત્ર નાકમાંથી જ નહીં ખાસી સાથે મોઢામાંથી પણ લોહી પડી રહ્યું હતું. સફેદ ઓશિકું આખું લાલ થઈ ગયું હતું. આ જોઈ તેઓ ગભરાઈ ગયા જમના એ જમના દોડજે માધવજીના અવાજમાં ભયંકર ફફડાટ હતો. જમનાબા તરત જ જાગી ગયા. અદ્રશ્ય જોઈને તે રાહડ પાડી ઉઠ્યા. કિશન નિસ્તેજ થઈ રહ્યો હતો તેનું શરીર તાવથી ધગધગતું હતું. છતાં હાથ પગ બરફ જવા ઠંડા પડી રહ્યા હતા એ રાત્રે ગામમાં કોઈ વાહન ન હતું વરસાદની સીઝન અને કાદવ કીચડ વાળો રસ્તો પણ માધવજી એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કિશનને પોતાના નવળા ખંભે નાખીને પાગલની જેમ ત્રણ કિલોમીટર દૂર હેવે સુધી દોડ્યા તેમની આંખોમાંથી આંસુ અને શરીરમાંથી પરસેઓ એક થઈને વહી રહ્યા હતા મિત્રો હે ઠાકર મારા છોકરાને સાચવી લેજે હે દ્વારકાવાળા રસ્તાભર તેઓ એક જ રટણ કરતા રહ્યા શહેરની મોટી હોસ્પિટલનું એ
લાંબી કોરિડોર દવાની ઉગ્રવાસ અને આઈસીયુઓના વેન્ટિલેટરના એ બીપ બીપ અવાજો વચ્ચે માધવજી એક ખૂણામાં સંકોચાઈને બેઠા હતા તેમના ખિસ્સામાં માંડ 500 રૂપિયા હતા અને સામે લાખોનો ખર્ચો મોહ ફાડીને ઊભો હતો થોડીવાર રહીને ડોક્ટર મહેતા બહાર આવ્યા એમનો ચહેરો અત્યંત ગંભીર હતો આ જોઈને માધવજી ધ્રુજતા પગે ઊભા થયા થયા સાહેબ મારો કાનુડો શું થયું છે એને ડોક્ટરે ચશ્મા ઉતારી અને માધવજીના ખંભે હાથ મૂક્યો એ સ્પર્શના શાંતવના ઓછી અને લાચારી વધુ દેખાતી હતી માધવ કાકા મારે તમને ખોટી આશા નથી આપવી કિશન ગંભીર બીમારીનો શિકાર બની ગયો છે કેન્સર તેના આખા શરીરમાં પ્રસરી ગયું છે અને તે પણ છેલ્લા સ્ટેજમાં છે આ સાંભળી માધવજીના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ ડોક્ટરે આગળ કહ્યું અમે પ્રયત્ન કરીશું કીમોથેરાપી આપવી પડશે પણ બચવાની શક્યતા માત્ર 10 ટકા છે અને ખર્ચો લાખોમાં થશે આટલું કહી ડોક્ટર અટકી ગયા માધવજી દિવાલના ટેગે ઢળી પડ્યા 10 ટકા સાહેબે ફક્ત મારો પોત્ર નથી મારો વંશ છે એને કઈ થઈ ગયું તો આ ડોસો કોના માટે જીવશે પોતાના પોત્રની આ હાલત જોઈને માધવજી એકદમ ભાંગી પડ્યા મિત્રો આઈસીઓના કાંચમાંથી તેમણે અંદર જોયું જે બાળક કાલ સુધી આંગળામાં કૂદકા મારતો હતો તે આજે મશીનોના ભરોસે શ્વાસ લઈ રહ્યો હતો માધવજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલા લીમડાના ઝાડ નીચે ગયા આકાશ તરફ જોયું તેમણે પોતાના મેલા જભાના ખિસ્સામાંથી એક નાનકડું ઘસાઈ ગયેલું પાકીટ કાઢ્યું તેમાં પ્લાસ્ટિક લેમિનેશન કરેલો એક જૂનો ફોટો હતો કોનો ફોટો દ્વારકાધીશનો ફોટો એ ફોટા સામે જોઈને તેઓ રડતા રડતા બબડિયા પણ ધીરે ધીરે તેમનો અવાજ મકમ થતો ગયો એ અવાજમાં ફરિયાદ હતી ગુસ્સો હતો અને અતૂટ પ્રેમ પણ હતો વાહ રે કાળિયા ઠાકર વાહ આજ ન્યાય છે તારો આખી જિંદગી મેં કોઈનું ખરાબ નથી કર્યું ગરીબ છું પણ ઈમાનદારીથી જીવન જીવ્યું છે મારા દીકરા વહુને તો તું લઈ ગયો હવે આ ટેકો પણ છીનવી લેવો છે તું તો રાજાધિરાજ છે ને જગતનો પાલનહાર કહેવાય છે ને માધવજી આંસુ લૂછ્યા બીની માટીમાં મુઠીવાળી અને ફોટા સામે જોઈને એક અડગ સંકલ્પ કર્યો મિત્રો એ સંકલ્પ સાંભળજો સાંભળજે દ્વારકાવાળા આજે એક લાચાર દાદો તારી સામે ભીખ નથી માંગતો પણ શોદો કરે છે ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા છે વિજ્ઞાન હારી ગયું છે હવે તારો વારો છે જો ખરેખર તારા પ્રત્યે મારી ભક્તિ સાચી હોય ને તો મારા કાનુડાને ગમે તેમ કરીને સાજો કરી દેજે મારા નાથ જે દિવસે ડોક્ટર કહેશે કે મારો કિશન કેન્સર મુક્ત થયો છે તે દિવસથી હું સંકલ્પ લઉં છું કે હું મારા વૃદ્ધ અને ધ્રુજતા હાથે તારા માટે દુનિયાની સૌથી સુંદર 52 ગજની રેશમી ધજા સીવીશ એક એક ટાકો મારા પરસેવાનો હશે અને માત્ર સીવીશ નહીં મારું ગામ અહીંથી 300 કિલોમીટર દૂર છે તેથી પગપાળા ઉગાળા પગે ચાલીને તારા દરબારમાં આવીશ અને તારા શિખર પરે ધજા ચડાવીશ માધવજી ઊભા થયા હવે તેમના ચહેરા પર લાચારી ન હતી પણ એક યોદ્ધાનો વિશ્વાસ હતો મિત્રો દિવસો પસાર થવા લાગ્યા હોસ્પિટલમાં કિશનનું નાજુક શરીર કીમોથેરાપીના આકરા ડોસથી શકાતું હતું જે બાળકના માથા પર કાળા ભમર વાળ હતા તે હવે સપાટ મેદાન જેવું થઈ ગયું હતું ઘણીવાર રાત્રે કિશન પીડાથી ચીસો પડતો ત્યારે માધવજી ઓડની બહાર લોબીમાં જઈને દિવાલ પર માથું પછાડતા એક દિવસ રાતના સમયે અચાનક આશ સી માં દોડધામ મચી ગઈ કિશનનું શરીર ભૂરું પડવા લાગ્યું મોનિટર પરની લાઈન સીધી થવા જઈ રહી હતી ડોક્ટરોએ માધવજીને બહાર કાઢ્યા પમ્પિંગ શરૂ કરવામાં આવ્યું બહાર ઉભેલા માધવજી આંખો બંધ કરી અને મનોમન પડકાર ફેંક્યો હે રણછોડ જો આજે મારો કાનુડો ગયો ને તો યાદ રાખજે આ માધવ કોઈ દિવસ તારા મંદિરનું પગથિયું નહીં ચડે તું મારો જીવ લઈ લે પણ મારા મારા દીકરાને પાછો આપ અને મિત્રો એ પડકાર સીધો ગોમતીના કિનારે પહોંચ્યો હોય તેમ આઈસીયુમાં મોનિટર પર અચાનક ગ્રાફ ઉપર ચડ્યો હૃદયના ધબકારા પાછા ફર્યા ડોક્ટર મહેતા ચમકી ગયા મેડિકલ સાયન્સના પુસ્તકોમાં આનો કોઈ ખુલાસો ન હતો છ મહિના પૂરા થયા ત્યારે ડોક્ટર મહેતાએ માધવજીને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા એક ભણેલા ગણેલા વિજ્ઞાનમાં માનનારા ડોક્ટરની આંખમાં આજે ઝળજળિયા હતા મિત્રો માધવ કાકા મેં મારા 30 વર્ષના કેરિયરમાં હજારો કેસ જોયા છે મને મારી દવાઓ પર ભરોસો હતો પણ આજે હું હારી ગયો છું અને તમારી શ્રદ્ધા જીતી ગઈ છે
જુઓ આ રિપોર્ટ કિશનના શરીરમાં હવે કેન્સરનું નામો નિશાન નથી કોઈ અદ્રશ્ય શક્તિએ તેને યમરાજના દરવાજેથી પાછો ખેંચી દીધો છે જાઓ તમારો કાનુડો હવે એકદમ સાજો છે માધવજી એ ધ્રુજતા હાથે રિપોર્ટ લીધો તે બોલી ન શક્યા માત્ર ઉપર જોઈને બે હાથ જોડ્યા મિત્રો એ સમયે તેમને હોસ્પિટલની છત પર સીલિંગ ફેન નહીં પણ સાક્ષાત ભગવાનનું સુદર્શન ચક્ર ફરતું દેખાતું હતું ઘરે જતાં જતાં માધવજી બબડિયા તે તારું કામ કરી દીધું પ્રભુ હવે તારો ભગત આવે છે હવે શરૂ થઈ 52 ગજની ધજાની તૈયારી ઘરમાં ખાવાના ફાફા હતા જમનાબાની સોનાની ચૂક સિવાય કશું ન હતું પણ માધવજીએ મક્કમતાથી કહ્યું મારે ભીખ નથી માંગવી મારે મારા પરસેવાની કમાણીથી જ મારા નાથને પોશાક પહેરાવો છે બે વર્ષ સુધી 70 વર્ષની ઉંમરે તેમણે કાળી મજૂરી કરી રાત્રે ઉજાગરા કરીને કપડા સીવ્યા આંગળીઓમાં સોય વાગતી લોહી નીકળતું પણ મોઢામાંથી શિસ્કારો પણ ન બોલાવતા લોકો મજાક ઉડાવતા દ્વારકાધીશને સોનાના ઢગલા ચડે છે આની ધજાની કોણ રાખ જોતું હશે પણ માધવજીના કાનમાં માત્ર મંદિરની આરતીની ઝાલર વાગતી હતી બીજા દિવસથી 70 વર્ષના વૃદ્ધે પોતાના શરીરને મજૂરીની ભઠ્ઠીમાં જણા જોકી દીધું સવારે પાંચ વાગ્યે ઉઠીને બાજુના ગામમાં મજૂરી બપોરે લોકોના કપડા સીવવા અને રાત્રે મોડે સુધી ઉજાગરા કરવા તેઓો એક એક રૂપિયો ભેગો કરવા લાગ્યા શરીર તૂટતું હતું આંખોની રોશની ઘટતી જતી હતી સોય આંગળીમાં વાગતી લોહી નીકળતું પણ મોઢામાંથી શિસકારો પણ ન નીકળતો મિત્રો આ હતી માધવજીની દ્વારકાધીશ પ્રત્યેની શ્રદ્ધા ડોસો ગાંડો થઈ ગયો હશે આવું લોકો પણ કહેતા આની ધજાની કોણ રાહ જોતું હશે ત્યાં પણ માધવજીના કાનમાં તો મિત્રો માત્ર મંદિરની ઝાલરો જ વાગતી હતી બે વર્ષની કઠોર તપસ્યા પછી માટીનો ગલ્લો ભરાઈ ગયો માધવજીએ શહેરની સૌથી મોટી દુકાને પહોંચ્યા પહોંચતા દુકાનના શેઠે કહ્યું બાપા કેવું કાપડ જોઈએ છે તમારે માધવજીએ મક્કમ અવાજે કહ્યું શેઠ એવું રેશ્મી કાપડ આપો જે રાજા મહારાજા પહેરે મારા કાળિયા ઠાકર માટે ધજા બનાવી છે કિંમતની ચિંતા ન કરતા મારી પાસે આખી જિંદગીની મૂડી છે અને દુકાનદારે લાલ અને કેસરી રંગનું એક રેશમી વસ્ત્ર કાઉન્ટર પર મૂક્યું જેને જોતા જ માધવજીની આંખો જાણે પહોળી થઈ ગઈ તેમણે ધ્રુજતા હાથે કાપડને સ્પર્શ કર્યો અને સ્પર્શમાં જાણે એટલો પ્રેમ હતો મિત્રો કે કે તેઓ જાણે સાક્ષાત દ્વારકાધીશના ચરણને સ્પર્શ કરતા હોય એવું તેમને લાગતું હતું 52 ગજ કાપડ સોનેરી લેસ જરીના તાર અને મોતી આ બધું ભરીને માધવજીએ પોટલું પોતાના માથે ચડાવ્યું આજે વજન તો બહુ હતું પણ તેમના પગ જમીન પર નહોતા રહેતા ઘરે આવીને જ્યારે તેમણે કાપડ પાથર્યું એની સામે એની ઝૂપડી પણ નાની લાગતી હતી તેમણે 52 ગજની ધજા સીવવાનું શરૂ કર્યું આ કોઈ સામાન્ય સિલાઈ કામ ન હતું દરેક ટાકો જાણે એક મંત્ર હતો લાલ રેશ્મી પર સોનેરી દોરાથી સૂર્ય અને ચંદ્ર ઉપસાવ્યા વચ્ચે મોટા અક્ષરે લખ્યું હતું જય દ્વારકાધીશ પૂનમની રાત્રે છેલ્લો ટાંકો લેવાયો જ્યારે તેમણે 52 ગજની ધજા ખોલી ત્યારે ગરીબ ઝૂપડીમાં જાણે સાક્ષાત સુરજ ઉગ્યો હોય તેવું તેજ પથરાઈ ગયું મિત્રો સરપંચ સહિત આખું ગામ જોવા મટ્યું અને સૌના મોમાં આંગળા નખાઈ ગયા બધા જ લોકો ો માધવજીની બનાવેલી ધજાના વખાણ કરવા લાગ્યા પરંતુ માધવજી કાકાના લોકોની વાહ વાહેથી નહીં પરંતુ ફક્ત દ્વારકાના શિખર પર એમની આ ધજા ફરકતી જોવી હતી બીજા દિવસે જ તેમણે દ્વારકા પગપાળા જવાનું નક્કી કર્યું પરંતુ મિત્રો હવે આ માધવજી કાકા સાથે જે ઘટના બનવાની હતી એની કોઈ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય વાહલા મિત્રો આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરીશું તેના પહેલા જે પણ મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે જે પણ મિત્રો રેગ્યુલર વિડીયો નિહાળે છે અને કોમેન્ટ પણ કરે છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરવા માંગીએ છીએ તે વહાલા મિત્રોના નામ આ પ્રમાણે છે અનમોલભાઈ ઠાકોર ચોટીલાથી રાજેશભાઈ ધરાજીયા રેખાબેન દવે લતાબેન પરાશિયા મોરબીથી શોભનાબેન જોશી મોટા દહીસરાથી દિયાબેન વસાવા આશાબેન હર્ષદભાઈ ગોહેલ નયનાબેન શાહ રાજકોટથી રંજનબેન રૂપારેલિયા પ્રદીપભાઈ મહેતા વનિતાબેન ઠકરાર રચનાબેન મોરી જાલંધરા વિલાસબેન મહેશસિંહ ચૌહાણ સ્નેહાબેન પટેલ વિકીભાઈ પટેલ ફરંગટાથી ગોરડ અશોકભાઈ દરેક વીડિયોમાં સરસ કોમેન્ટ કરે છે આભાર આપનો જયાબેન પટેલ દક્ષ માંગુ બરોડાથી વશરામભાઈ સુતરિયા પારુલબેન વસાવા કાંદીવલી મુંબઈથી હરેશભાઈ મહેતા ઉર્મિલાબેન રાઠવા રાજકોટથી મેઘરાજભાઈ બીનાબેન સોની અમદાવાદથી નિકિતાબેન વિંતુબેન રાજકોટથી રાજ શિલ્પાબેન અમદાવાદથી સુશીલાબેન કાંતિભાઈ નસીત આ સિવાય પણ ઘણા બધા વાહલા મિત્રો
આપણી આ ચેનલ સાથે જોડાયેલા છે પરંતુ મિત્રો સમયના અભાવે દરેક નામનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી ઘણી બધી કોમેન્ટી આવેલી છે તો અહીં નવા મિત્રોને ખાસ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વીડિયોમાં કરાવી શકો છો તેના માટે કોમેન્ટ બોક્સમાં સરસ મજાની કોમેન્ટની સાથે આપનું નામ જરૂરથી લખી નાખજો જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ બાકી રહેતી કોમેન્ટ મિત્રો આવતા એપિસોડમાં જરૂરથી ઉલ્લેખ કરીશું અહીં ખાસ દરેક મિત્રોને જણાવવાનું કે તમે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરેલી હશે અને વીડિયોને લાઈક કરેલા હશે તો જ તમારા નામનો ઉલ્લેખ થશે તો ખાસ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડિયોને પણ લાઈક કરી લેજોત તો મિત્રો ચાલો હવે આગળની કહાનીમાં શું બન્યું તેની વાત કરીએ બીજા દિવસે બ્રહ્મ મુહૂરતમાં માધવજી માથે 52 ગજની ધજાનું મોટું પોટલું ઉપાડીને ઉગાળા પગે દ્વારકા જવા નીકળ્યા મિત્રો ઉનાળો મધ્યાન હતો આકાશમાંથી અંગારા વરસી રહ્યા હતા અને નીચે ધરતી જાણે તવા જેવી તપી ગઈ હતી બે વર્ષની મહેનતે તેમનું શરીર નીચોવી નાખ્યું હતું પગના તળિયામાં મોટા મોટા ફોડલાઓ પડી ગયા હતા રસ્તામાં લોકો ગાડીમાં બેસવા પણ કહેતા પણ માધવજી ના પાડતા ચોથા દિવસે એક વિરાન રસ્તા પર બપોરના સમયે આકરા તડકામાં માધવજીને ચક્કર આવ્યા ધજાનું વજન જાણે મણનું થઈ ગયું હતું તેઓ ધૂળમાં ફસડાઈ પડ્યા હોઠ સુકાઈ ગયા હતા પાણી પણ આસપાસ કોઈ ન હતું માધવજીને લાગ્યું કે એમનો અંતિમ સમય આવી ગયો છે તે જ ક્ષણે વાતાવરણમાં એક અનોખી સુગંધ પ્રસરી એક મધુર અવાજ કાને પરસાયો અરે બાપા આમ કેમ સુઈ ગયા માધવજી આંખ ખોલી તો સામેદસબાર વર્ષનો શ્યામ વર્ણનો છોકરો ઊભો હતો માથે ફાળીયું અને હાથમાં માટીની લોટી તેના ચહેરા પર અદભુત સ્મિત હતું તેણે માધવજીને પાણી પીવડાવ્યું પાણી ગળા નીચે ઉતારતા જ શરીરમાં વીજળી જેવી શક્તિ દોડી ગઈ બધો થાક જાણે ગાયબ થઈ ગયો છોકરાએ હસતા હસતા ધજાનું ભારે પોટલું એક હાથે ઉચકી લીધું લાવો બાપા થોડે સુધી હું તમને મૂકી જાવ છું એટલે એના વળતા જવાબમાં માધવજી કાકા એને કહેવા લાગ્યા અરે બેટા આ પોટલામાં મારા દ્વારકાધીશ માટે મારા હાથેથી બનાવેલી ધજા છે એ ખૂબ ભારે છે તું નહીં ઉપાડી શકે બેટા એટલે ચહેરા પર સ્મિત સાથે છોકરો માધવજીને કહેવા લાગ્યો કે ભક્તનો ભાર ઉપાડો એ જ તો ભગવાનનું કામ છે માધવજી તેની વાતોમાં એવા ખોવાયા કે રસ્તો ક્યારે કપાઈ ગયો ખબર જ ના પડી એક વળાક પર પહોંચીને છોકરાએ પોટલું પાછું આપ્યું અને કહ્યું હવે રસ્તો સીધો છે દાદા માધવજીએ ખિસ્સામાંથી ગોળ નો ગાંગડો કાઢીને આભાર માનવા નીચું જોયું અને જ્યારે માથું ઊંચું કર્યું ત્યારે ત્યાં કોઈ ન હતું ખુલ્લું મેદાન ક્યાંય કોઈ ઝાડ પણ નહીં જમીન પર માત્ર માધવજીના પગના નિશાન હતા પહેલા છોકરાના કોઈ નિશાન ન હતા માધવજી રસ્તા વચ્ચે ઘૂટણીયા પડીને ધૃષ્કે ને ધૃષ્કે રડી પડ્યા તેમને સમજાઈ ગયું હતું કે તેમનો સારથી તેમની સાથે જ હતો મિત્રો દ્વારકા હવે માત્ર થોડું જ દૂર હતું સાંજ પડવા આવી હતી અચાનક આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઉમટી આવ્યા ભયંકર તોફાન અને મુસળધાર વરસાદ તૂટી પડ્યો પવનના સુસવાટા રાક્ષસની
જેમ જાણે ચીસો પાડતા હતા માધવજી કાદવમાં પડ્યા પણ પોટલું જમીનને અડવા ના દીધું પોતાનો અંગરખવો કાઢીને પોટલા પર વીંટાળી દીધો સામે ખંડેર જેવું બસ સ્ટેન્ડ દેખાયું ત્યાં આશરો લેવા ગયા અને ત્યાં જ વીજળીના ચમકારે તેમણે જે દ્રશ્ય જોયું તેનાથી તેમનું હૃદય જણા થંભી ગયું એક ખૂણામાં કાદોમાં એક ગરીબ મજૂર સ્ત્રી અને તેના બે નાના બાળકો લપાઈને બેઠા હતા વરસાદ અને કાટેલ ઠંડીથી બાળકોના શરીર ભૂરા પડી ગયા હતા તેઓ આજકા ખાઈ રહ્યા હતા તે સ્ત્રીની આંખોમાં લાચારી હતી બાપા મારા છોકરા મરી જશે કંઈક ઓઢવાનું હોય તો આપોને માધવજી સ્તબ્ધ થઈ ગયા તેમની પાસે પહેરવા પૂરતા પણ કપડા ન હતા માત્ર પહેલું પોટલું હતું પોટલામાં બે વર્ષની તપસ્યા હતી ઉજાગરા હતા જમનાબાની ગિરવે મૂકેલી ચૂક હતી ભગવાનને આપેલું એક વચન હતું જો આ ધજા ખોલી નાખે તો મનુષ્યએ ઓઢેલું વસ્ત્ર ભગવાનને કેવી રીતે ચડાવાય માધવજીના મગજમાં વિચારોનું તોફાન શરૂ થઈ ગયું મિત્રો તેઓ પાછા ફરવા ગયા પણ ત્યાં જ પહેલા બાળકનો દર્દ ભર્યો અવાજ ગુંજ્યો માં ઠંડી લાગે છે માધવજીના કાનમાં એ અવાજ હથોડાની જેમ વાગ્યો તેમને બાળકમાં પોતાનો પીડાતો કિશન દેખાયો માધવજીએ આંખો બંધ કરી અને મિત્રો જ્યારે તેમને અંદરથી જવાબ મળી ગયો હોય એમ સરર કરતા અવાજ સાથે રેશમી ગાંઠ ખુલી ગઈ માધવજીએ 52 ગજનું પવિત્ર સોનેરી જરીવાળું વસ્ત્ર બહાર કાઢ્યું અને પહેલી સ્ત્રી અને બાળકોને ફરતે વિંટાળી દીધું એ ધજા પર જય દ્વારકાધીશ લખેલું હતું તે નામ પહેલા બાળકના હૃદય પાસે આવ્યું થોડી વારમાં માં બાળકો શાંત થયા અને માધવજી સામે જોઈને સ્મિત કર્યું માધવજીને લાગ્યું કે જગત મંદિરના શિખર પર ફરકતી તજા કરતાં આ બાળકના ચહેરા પરનું સ્મિત વધુ પવિત્ર હતું પણ સાથે જ તેમને એ પણ દુઃખ હતું મિત્રો કે તેમનો સંકલ્પ તૂટી ગયો હવે તેઓ પોતાના નાથ પાસે ખાલી હાથે કેવી રીતે જશે પછતાવો પણ હતો બીજા દિવસે સવારે માધવજી દ્વારકાના ગોમતી ઘાટે પહોંચ્યા મંદિરમાં અગાઉથી સમાચાર મળી ગયા હતા કે કોઈ વૃદ્ધ ભક્ત અદભુત 52 ગજની ધજા લાવે છે 300 કિલોમીટર દૂરથી ચાલીને આવે છે ઢોલ નગારા સાથે રાહ જોવા મળ્યા લોકોની ભીડ હતી માધવજી ભીડ ચીરતા ખાલી હાથે આગળ આવ્યા કપડા મેલા હતા ચહેરો ઉતરેલો હતો એક શ્રીમંત શેઠે કટાક્ષમાં પૂછ્યું કેમ બાપા ધજા ક્યાં છે અમે તો સાંભળ્યું હતું
કે તમે મોંઘા રેશમની ધજા લાવો છો તો આમ ખાલી હાથે કેમ લોકો ગણગણવા લાગ્યા નક્કી રસ્તામાં વેચી ખાધી હશે આ કળિયુગ છે ભક્તિના નામે નાટક ચાલે છે એક એક શબ્દ માધવજીના કાળજાને જાણે ચીરતો હતો મિત્રો તેઓ ઘૂટણીએ પડીને રડવા લાગ્યા મહારાજ હું હારી ગયો હું મારું વચન પૂરું ન કરી શક્યો તેઓ સાચું કહેવા માંગતા હતા પણ તેમને ખબર હતી કે કોઈ માનશે નહીં કે એક ભિખારી માટે 52 ગજની રેશમી ધજા કોઈ ઓઢાળી દે ખરી લોકો તેમને ધુતકારી રહ્યા હતા ત્યાં જ આરતીનો સમય થયો મુખ્ય પુજારીએ મંદિરના ચાંદીના દરવાજા ખોલ્યા મખમલી પડદો હટાવવામાં આવ્યો બોલો દ્વારકાધીશ કી જય પણ મિત્રો જેવો પડદો હટ્યો આખા મંદિરમાં સ્મશાન જેવી શાંતિ જવાઈ ગઈ કોઈની પાપણ પણ ન હોતી ઝપકતી આજે દ્વારકાધીશના શ્યામવાણી મૂર્તિ પર કોઈ પીતાંબર કે ઘરણા ન હતા આજે સાક્ષાત રાજાધિરાજની મૂર્તિ પર એક લાલ અને કેસરી રંગનું વિશાળ રેશ્મી વસ્ત્ર લપ પેટાયેલું હતું અને તેમાં સોનેરી તારથી સૂર્ય ચંદ્ર અને જય દ્વારકાધીશ લખેલું હતું આ આ બેહું વેદ ધજા હતી જે માધવજીએ પોતાના હાથે સીવી હતી પહેલા શેઠના હાથમાંથી આરતીની થાળી છૂટી ગઈ પુજારીની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા આ કોઈ માણસનું કામ ન હતું માધવજીએ ધૂંધળી આંખે જોયું તેમણે રાત દિવસ જાગીને આંગળીઓમાં સોઈના ઘા સહન કરીને જ ભરત કામ કર્યું હતું તે આજે ત્રિલોકના નાથના શરીર પર શોભતું હતું તેમના મોઢામાંથી ચીસ નીકળી ગઈ મારા વાલા તે મારી લાજ રાખી લીધી તે મારી મહેનત સ્વીકારી લીધી તે ઉભેલા પહેલા વૃદ્ધ સંતે ભીડને ઉદ્દેશીને કહ્યું તમે જોઈ શું રહ્યા છો શિખર પરની ધજા તો પવન આવે એટલે ફાટી જાય પણ જુઓ મારો કાળિયો ઠાકર તો આ ધજા ને મંદિરની ટોચ પર નહીં પણ પોતાના હૃદયમાં વસાવીને બેઠો કારણ કે આ માત્ર રેશમ નથી એક ભક્તના ત્યાગની તજા છે કોઈ ગરીબના શરીરને ઢાંકું
એ જ ઈશ્વરને પોશાક પહેરાવવા બરાબર છે આ સાંભળીને પહેલા શેઠ ને મજાક ઉડાવનારા લોકો દોડીને માધવજીના પગમાં પડી ગયા આખું મંદિર પરિસે જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું વાહલા મિત્રો આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે જો તમે ભગવાન પર સાચી શ્રદ્ધા અને આસ્થા રાખો છો તો એ તમારા કામ જરૂરથી પૂરા કરે છે આ કહાનીમાં માધવજી કાકાનું પાત્ર આપણને પ્રેરણા આપે છે કે જિંદગીમાં ગમે તેવી અઘરી પરિસ્થિતિ કેમ ન હોય પણ હંમેશા ભગવાન પર વિશ્વાસ રાખજો જો તમારી શ્રદ્ધા સાચી હશે તો એ તમારી મદદ જરૂરથી કરશે કહેવાય છે કે દુનિયામાં સૌથી કઠિન ભક્તિ ભગવાન શ્રીકૃષ્ણની છે કારણ કે બહુ બધું આપતા પહેલા ઘણું બધું છીનવી લે છે પરંતુ જ્યારે એ આપવાનું શરૂ કરે છે ને મિત્રો ત્યારે એનો કોઈ અંત નથી આવતો. હાથમાં રહેલું દરેક વાસણ પણ નાનું પડે છે અને જો તમે સાચા મનથી એની ભક્તિ કરો છો તો એ તમને ક્યારેય મૂજાવા નહીં દે આજકાલ લોકો ભગવાનને મોંઘા વસ્ત્રો અને મોંઘા આભૂષણો ચડાવીને એવું માને છે કે ભગવાન એનાથી ખુશ થઈ જશે પરંતુ હકીકતમાં કોઈ ગરીબની મદદ કરવી કોઈ ની સહાયને સહારો આપો એમાં જ ભગવાન રાજી થાય છે કારણ કે ભગવાન તમારી ભેટથી નહીં પણ તમારી ભક્તિથી પ્રસન્ન થાય છે તેથી બની શકેતો તો હંમેશા સારા કર્મો કરજો જેથી તમારા ખરાબ સમયમાં પણ ભગવાન તમારી સાથે ઊભા રહે આ કહાની દ્વારા અમે આપ સૌ પાસે એક હકારાત્મક સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે હંમેશા જિંદગીમાં હરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેજો મિત્રો અને ઉપરવાળા ઉપર વિશ્વાસ રાખજો એ ક્યારેય પણ તમને હારવા નહીં દે આ કહાનીને તમારા પરિવાર અને તમારા સગાવાલાને જરૂરથી શેર કરજો અને આ કહાનીના અંતમાં કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું પણ ભૂલશો નહીં જેથી દ્વારકાધીશની કૃપા આપ સૌના પરિવાર પર હંમેશા માટે બની રહે મિત્રો અહીં ખાસ નોંધ લેશો કે આ માત્ર એક કાલ્પનિક કથા છે છતાં તે આપણને શીખવે છે કે જો હૃદયમાં સાચી શ્રદ્ધા હોય તો મારો દ્વારકાવાળો ક્યારેય પોતાના ભક્તોનો સાથ છોડતો નથી અને તેને ક્યારેય પોતાના ભક્તને હેરાન પણ થવા દેતો નથી
મિત્રો જો આપની પાસે પણ કોઈ સારી કહાની હોય કોઈ પારિવારિક કહાની હોય કે એવી કોઈ કહાની હોય જેનાથી તમે લોકો સુધી એક સરસ મજાનો સંદેશ પહોંચાડવા માંગો તો અથવા તો તમારી સાથે બનેલી કોઈ ઘટના હોય મિત્રો જે તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોય માનવતાનું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો તમે અમને ઈમેલ મારફતે તમારી કહાની મોકલી શકો છો જો અમને તમારી કહાની યોગ્ય લાગશે તો અમે ચોક્કસથી અમારી આ ચેનલ પર તેને પ્રસ્તુત કરીશું તમે અમને સ્ક્રીન પર આપેલી વિગત ઉપર તમારી કહાનીને મોકલી શકો છો ઈમેલ એડ્રેસ સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે અનેઇન્સ્ટાગ્રામ આઈડી પણ સ્ક્રીન પર છે તેમાં પણ તમે જઈને અમારીઇસ્ટાગ્રામ આઈડીને ફોલો કરી શકો છો આપના કોઈ પ્રશ્ન હોય તો અમને પૂછી શકો છો વાત પણ કરી શકો છો અથવા તો તમે ચેનલના ડિસ્ક્રિપ્શનમાં જઈને પણ ઇન્સ્ટાગ્રામ આઈડી જોઈ શકો છો વાહલા મિત્રો જો આ કહાની તમને પસંદ આવી હોય તો એકવાર વીડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી આપણો આ વિડીયો નિહાળી રહ્યા છો જે જરૂરથી લખી નાખજો અને ખાસ મિત્રો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ પણ લખવાનું ભૂલશો નહીં અને મિત્રો વીડિયોને લાઈક કરી એક હાઈપનું ઓપ્શન આવશે તેમાં પણ હાઈપનું બટન જરૂરથી દબાવજો આવી જ હૃદયસ્પર્શી કહાની સાંભળવા માટે આપણી આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળીશું મિત્રો કોઈ નવી કહાની સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માં ગાત્રાળ જય શ્રીકૃષ્ણ જય દ્વારકાધીશ