know about this kela poweder business

આ ભાઈ કેળાંની છાલનો પાઉડર બનાવી કરે છે લાખોની કમાણી ! 1 કિલો પાવડર વેચાઈ છે 1 લાખમાં…

Business

કાચા કેળા તો તમે બધાએ જોયા જ હશે. અનેકવાર કાચા કેળા તમે ખાધા પણ હશે ક્યારેક શાક બનાવીને ક્યારેક વેફરસ બનાવીને તો ક્યારેક કંઈ અન્ય વસ્તુ બનાવીને. ખેડામાં કેટલા પોષક તત્વો હોય છે અને કેળાના શું ફાયદા હોય છે તે પણ તમે જાણતા જ હશો. કદાચ તમે તેની વસ્તુઓ બનાવીને વહેંચીને કમાણી પણ કરી રહ્યા હશો . પરંતુ શું તમે જાણો છો કે બજારમાં મળતા કાચા કેળાનો પાવડર બનાવીને પણ તમે કમાણી કરી શકો છો?ઘણીવાર આપણે ભલે કમાણી માટે જ ચિપ્સ કે કેળાની અન્ય કોઈ વસ્તુ બનાવતા હોઈએ પરંતુ આ વસ્તુ બનાવવા પાછળ લાગતો સમય અને તેના વેચાણ પછી મળતા પૈસા એટલા ઓછા હોય છે કે આપણને તે બિઝનેસ બંધ કરી દેવાનું મન થાય છે. સાથે જ આપણને એવું થાય કે એવો કોઈ બિઝનેસ નથી જેમાં હું ઓછી મહેનતે વધુ કમાણી કરી શકું?

તો તમારા સવાલનો જવાબ છે હા, આજની ઓનલાઇન દુનિયામાં ઘણા એવા બિઝનેસ છે જેમાં તમે ઓછી મહેનતમાંવધુ પૈસા કમાઇ શકો છો. આજના આ લેખમાં અમે આવી જ એક બિઝનેસ પદ્ધતિ વિશે વાત કરવાના છીએ. બિઝનેસની ખાસિયત એ છે કે તેમાં ન તો તમારે કોઈ રકમનું રોકાણ કરવાનું છે , ન તો મોટી જગ્યાની જરૂર છે. આ આ બિઝનેસ ની શરૂઆત કરવા માટે તમારે જરૂર છે તો માત્ર કેળાની. હવે તમને થશે કે કેળાનું વેચાણ કરવાનું? તો નાના તમારે કેળાનું નહીં પરંતુ કેળાના પાવડરનું વેચાણ કરવાનું છે.

મિત્રો દુનિયામાં ઘણા એવા લોકો છે જેમની પાસે ફળો ખાવાનો સમય નથી હોતો, કેટલાક લોકો એવા હોય છે જે ફળોને સરખી રીતે ચાવી નથી શકતા જેને કારણે તેઓ ફળોના પાવડરનો ઉપયોગ કરે છે આવા લોકો ફળના પાવડરને પાણીમાં નાખીને કે અન્ય કોઈ વસ્તુ સાથે લઈ લે છે.

આજ કારણ છે કે આજના યુગમાં ફળોના પાવડરની માંગ વધી રહી છે અને તેમાં પણ ખાસ કરીને કેળાના પાવડરની માંગ આજકાલ ખૂબ જ વધી રહી છે. કેળાના પાવડર નો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં પણ કરવામાં આવે છે જેથી વિદેશમાં પણ આ પાવડરની માંગ આજકાલ ખૂબ જ છે તો ચાલો આજના લેખમાં અમે તમને જણાવીએ કેળાના પાવડર.

બનાવવાની રીત:

કેળાનો પાવડર બનાવવા માટે સૌથી પહેલા તમારે થોડાક કાચા કેળા લઈ તેની છાલ નીકાળી દેવી. ચાલ નીકળી લીધા બાદ તે કેળાને એક પાણીમાં મૂકી સરખી રીતે ધોઈ તેને કાપી લેવા. જેબત કેળાના ટુકડાને તડકામાં સુકવવા મૂકવા સાથે જ કેળાની છાલને પણ સુકવી દેવી. કેળાના ટુકડા તેમજ કેળાની છાલ સુકાઈ ગયા બાદ તેને એક મિક્સર જારમાં નાખી બંનેના અલગ અલગ પાવડર બનાવી લેવા. તો તૈયાર છે તમારો કેળા નો પાવડર અને કેળાની છાલનો પાવડર. હવે તમને થશે કે પાવડર તો બનાવી લીધો પરંતુ વેચાણ ક્યાં કરવું? તો અમે તમને જણાવી દઈએ કે ક્યા પાવડર તમે ઓનલાઇન વેબસાઈટ પર વેચી શકો છો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *