Cli
know about this gujarat richest men

ભારતના બિઝનેસમેનોમાં કોણ છે સૌથી અમીર? જાણો કોની પાસે છે કેટલી સંપત્તિ?

Story

ગુજરાતીઓને પારકી પંચાતમાં કેટલો રસ હોય છે એ તો તમે જાણતા જ હશો. બાજુવાળાના ઘરમાં કેટલા એસી છે, બાજુવાળા ભાઈનો પગાર કેટલો છે એ જાણવામાં આપણને સૌ ને ખુબ જ રસ હોય છે ખરું ને. આ જ કારણ છે કે ન્યુઝ મીડિયા તેમજ સરકાર દ્વારા અવારનવાર દેશના અમુક કરોડોપતિ કહી શકાય તેવા લોકોની યાદી બહાર પાડવામાં આવતી હોય છે. જેથી તમારે તમારા જ્ઞાનને વધારવામાં વધુ મહેનત ન કરવી પડે.

જોકે તમે આ યાદી જોઈ હશે તો તમે જાણતા જ હશો કે હાલમાં ભારતના કયા બિઝનેસમેન સૌથી વધુ સંપતિ ધરાવે છે. પરંતુ આજના અમારા આ લેખમાં અમે તમને જણાવીશું કે ભારતના કયા કરોડપતિ બિઝનેસમેન પાસે કેટલી સંપત્તિ છે સૌથી પહેલા વાત કરીએ બિઝનેસમેન ગૌતમ અદાણી વિશે તો હિડનબર્ગ નામની કંપની પાછળ પડી ગઈ હોવા છતાં આ આ બિઝનેસમેન પાસે હાલમાં ૪ લાખ ૭૪ હજાર ૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

જે બાદ વાત છે ટોરેન્ટ ફાર્મા કંપનીના માલિક સુધીર મહેતા અને તેમના ભાઈ સમીર મહેતાની. ભલે આ બંને ભાઈઓને કરોડપતિ કહેવામાં આવતા હોય પરંતુ આ બંને ભાઈની સંપત્તિ નો આંકડો કંઈ ખાસ વધારે નથી. બંને ભાઈઓની સંપતિ થઈને કુલ ૬૭ હજાર ૪૦૦ કરોડ રૂપિયા છે. ત્રીજા નંબરે વાત કરીએ ઝાયડસ ફાર્માસ્યુટિકલ કંપની જે સામાન્ય રીતે કેડીલા હેલ્થ કેર તરીકે પણ ઓળખવામાં આવે છે તેના માલિક પંકજ પટેલ વિશે તો આ પટેલ પરિવાર પાસે ૫૪ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે.

જણાવી દઈએ કે ઝાયડસ ફાર્માસ્યુટિકલ કંપનીને ફોર્ચ્યુન ઇન્ડિયા ૫૦૦ ની યાદીમાં ૧૦૦ માં નંબરે સ્થાન આપવામાં આવ્યું છે હવે વાત કરીએ નિરમા કંપનીના માલિક કરસનદાસ વિશે તો કહેવાય છે કે દરેક સફળ બિઝનેસમેન પાછળ કોઈને કોઈ સંઘર્ષ છુપાયેલો હોય છે બિઝનેસમેન કરસનદાસ પટેલના જીવનમાં પણ કંઈક આવું જ હતું તેમણે
સાયકલ ઉપર પાવડર નું વેચાણ કરી કામનું શરૂઆત કરી હતી.

જોકે હાલમાં તેમની પાસે કુલ ૫૦ હજાર ૧૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. હવે વાત કરીએ અસ્ટ્રાલ કંપનીના માલિક સંદીપ પ્રવીણભાઈ એન્જિનિયર વિશે તો આ બિઝનેસમેન પાસે ૩૨હજાર ૪૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. જે બાદ વાત કરીએ અમદાવાદ શહેરમાં AIA કંપની ની શરૂઆત કરનાર બિઝનેસમેન ભદ્રેશ શાહ વિશે તો તેમની પાસે હાલમાં ૨૨૨૦૦કરોડ રૂપિયાની સંપતિ છે આ ઉપરાંત કરોડપતિઓની આ યાદીમાં ઇન્ટ્રાસ ફાર્મા કંપનીના બીનીશ ચૂડગર અને તેમના બે ભાઇઓનો પણ સમાવેશ થાય છે. આ ત્રણેય પાસે ૧૯ હજાર ૬૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *