Cli
this hospital is amazing

ગુજરાતની હાઈફાઇ હોસ્પિટલ ! જ્યાં આંખોની તમામ સારવાર થાય છે મફત અને આવવા જવાની બસ ની સુવિધા…

Story

જ્યાં નફરત છે ત્યાં પ્રેમ હોય જ, જ્યા સ્વાર્થ છે ત્યાં દયા હોય જ. આવા શબ્દો તમે અનેકવાર તમારા માતાપિતાના મોઢે સાંભળ્યા જ હશે અને આ શબ્દો સાંભળ્યા પછી તમે તેમને કહ્યું પણ હશે કે,એ તમારા જમાનાની વાત હતી આજે તો બધું જ સ્વાર્થ અને નફરતનું ભરેલું છે.

તમારી વાત તદ્દન સાચું છે આજના યુગમાં પૈસો એ પ્રેમ અને નિસ્વાર્થ સેવાની સૌથી ઉપર થઈ ગયો છે. પણ કહેવાય છે ને આપણે જે ઈચ્છતા હોય તેની શરૂઆત પણ આપણે જ કરવી પડે છે. આજના અમારા આ લેખમાં અમે આ જ વાક્યનું ઉદાહરણ પૂરું પાડતી એક સંસ્થા વિશે વાત કરવાના છીએ.એક એવી સંસ્થા જે આજના મોંઘવારીના યુગમાં પણ લોકોની મફતમાં સેવા કરી રહી છે. આ સંસ્થાએ કોઈ આશ્રમ નથી પરંતુ એક હોસ્પિટલ છે જે મફતમાં આંખોની સારવાર પૂરી પાડે છે.

વિગતે વાત કરીએ તો વડોદરાના હાલોલ નજીક આવેલા તાજપુરા સ્થિત શ્રી નારાયણ આઈ હોસ્પિટલમાં છેલ્લાં ૪૨ વર્ષથી આંખની તમામ બીમારીઓ માટે મફતમાં સેવા પૂરી પાડી રહી છે. અહી ઉચ્ચ ડિગ્રી ધરાવતા અનુભવી ડોક્ટરો સેવા આપે છે. આ હોસ્પિટલમાં ૪ ઓપરેશન થિયેટર્સ છે. મહત્વની વાત તો એ છે કે આ હોસ્પિટલમાં મોંઘામાં મોંઘા ઇન્જેક્શન પણ મફતમાં આપવામાં આવે છે. સાથે જ દર્દીને હોસ્પિટલ લાવવા અને લઈ જવા માટે પણ મફત બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ હોસ્પિટલ દ્વારા ગામડેથી આવતા દર્દીઓ માટે લુણાવાડા ડભોઇ , છોટા ઉદેપુર જેવા અનેક સ્થળોએ રોજની ૪ બસ મૂકવામાં આવે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં દર્દીના સગા સંબંધીને રહેવા તેમજ જમવાનું પણ મફતમાં આપવામાં આવે છે હવે તમને થશે કે હોસ્પિટલની કામગીરી અંગે તો જણાવ્યું પરંતુ આ હોસ્પિટલ ની શરૂઆત કોણે કરી એ અંગે તો જણાવો. તો તમને જણાવી દઈએ કે આ હોસ્પિટલની શરૂઆત કોઈ બિઝનેસ મને નથી કરી પરંતુ એક સંતે કરી છે.

પૂ.નારાયણ બાપુજી નામના સંતને એક સમયે ગરીબો વિશે વિચાર આવ્યો અને તેમણે આ હોસ્પિટલની શરૂઆત કરી. જોકે હાલમાં બાપુ બ્રહ્મલીન થયા છે પરંતુ તેમનો આ સેવાયજ્ઞ આજે પણ એમ જ ચાલી રહ્યો .હોસ્પિટલના ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૭-૧૯ દરમિયાન સુધીમાં આ હોસ્પિટલમાં ૧૨૮૫૫ જેટલા આંખોના ઓપરેશન કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *