મણિપુર રાજ્યમાં બનેલી શર્મનાક ઘટના વિશે તો તમે જાણતા જ હશો.મણિપુર રાજ્યના થૌબલ જિલ્લાની કુકી જોમી સમુદાયની બે મહિલાઓ પર ગેંગ રેપ કર્યો છે.એટલું જ નહિ રેપ કરતા પહેલા બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી ગામ વચ્ચેથી બળજબરીપૂર્વક ખેતર તરફ લઈ જવામાં આવી છે.
લગભગ ૪મે આસપાસ બનેલી આ ઘટનાનો હાલમાં જ એક વીડિયો વાયરલ થયો.જે બાદથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગઈકાલે જ આ ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું હતું.ઘટનાનો વીડિયો સામે આવ્યાના થોડા સમય બાદ જ મણિપુર પોલીસ તરફથી એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી હતી.પોલીસે ઘટનાના વીડિયો પરથી ઘટનાના મુખ્ય આરોપી હુઈરામ હેરોદાસ મૈતેઇની ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું.
હાલમાં આ જ ઘટના મામલે મહત્વની ખબર સામે આવી છે.ખબર અનુસાર ઘટનાના વીડિયો પરથી ઘટનાના અન્ય ત્રણ આરપીઓ અરુણ સિંહ,તોબા સિંહ, જીવણ ની ઓળખ કરી તેમની પણ ધરપકડ કરવામાં આવી છે જણાવી દઇએ કે તમામને થોબલ જિલ્લામાંથી પકડી પાડવમાં આવ્યા છે.
એટલું જ નહિ ઘટનાના મુખ્ય આરોપી હુઈરામ હેરોદાસ મૈતેઇના ઘરને આગ પણ લગાવવામાં આવી છે.જો કે આ ઘટનાના અન્ય કેટલાક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે જે અંગે તાત્કાલિક તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.